December 19, 2024
KalTak 24 News
Technology

ટ્વિટરની બ્લૂ સબ્સક્રિપ્શન સર્વિસ રી-લોન્ચ, DP બદલવાથી બ્લૂ ટિક થઈ જશે ગાયબ

Twitter Blue Tick Relaunch Updates: એલન મસ્ક (Elon Musk)ની કંપની ટ્વિટર(Twitter) સોમવારથી તેની બ્લૂ ટિક સબસ્ક્રિપ્શન સેવા ફરી શરૂ કરવા જઈ રહી છે. ટ્વિટરે રવિવારે આ જાણકારી આપી છે. ટ્વિટરે કહ્યું કે તે 12 ડિસેમ્બરથી તેની બ્લૂ સબસ્ક્રિપ્શન સર્વિસ (Twitter Blue Tick) ફરી શરૂ કરશે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે તેની કિંમત $8 અને આઇફોન યુઝર્સ માટે દર મહિને $11 હશે. મસ્કે iPhone વપરાશકર્તાઓ માટે ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન સેવાની કિંમત $8 થી વધારીને $11 કરી છે. આ એ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે કે Apple iOS એપ્સમાંથી 30 ટકા આવક લે છે.

આ સુવિધાઓ ઉપલબ્ધ થશે
કંપનીએ કહ્યું, ‘અમે સોમવારે ટ્વિટર બ્લૂને ફરીથી લૉન્ચ કરી રહ્યાં છીએ. વેબ પર $8/મહિને અથવા iOS પર $11/મહિને સબ્સ્ક્રાઇબ કરો. આ તમને બ્લૂ ટિક સહિત માત્ર સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવાની મંજૂરી આપશે. સબ્સ્ક્રાઇબર્સને ટ્વીટ્સ સંપાદન વિકલ્પ, 1080P વીડિયો અપલોડ, રીડર મોડ અને બ્લૂ ટિક મળશે. આ ઉપરાંત, બિઝનેસ એકાઉન્ટ્સ માટે ગોલ્ડન ઓફિશિયલ લેબલ અને સરકારી એકાઉન્ટ્સ માટે ગ્રે ટિક પણ હશે.

જો હેન્ડલ નામ અને DP બદલાશે તો બ્લૂ ટિક દૂર થઈ જશે
ટ્વિટરે કહ્યું, ‘સબ્સ્ક્રાઇબર્સ તેમના હેન્ડલ, ડિસ્પ્લે નામ અથવા પ્રોફાઇલ ફોટો બદલી શકશે. પરંતુ જો તેઓ આમ કરે છે, તો જ્યાં સુધી તેમના એકાઉન્ટની ફરી સમીક્ષા કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ અસ્થાયી રૂપે બ્લૂ ટિક ગુમાવશે. મસ્કે ગયા મહિને વેરિફિકેશન સાથે બ્લૂ સબ્સ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો હતો, પરંતુ પછીથી પ્લેટફોર્મ પર ઘણા નકલી એકાઉન્ટ્સ સામે આવ્યા બાદ, બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝનો ઢોંગ કરીને ભારે વિવાદને પગલે તેને પડતી મૂકી દીધી હતી.

આઇફોન વપરાશકર્તાઓને વધુ પૈસા ચૂકવવા પડશે
ટ્વિટરે શનિવારે આ સેવા ફરી શરૂ કરવાની જાણકારી આપી હતી. “અમે ટ્વિટર બ્લૂને સોમવારે ફરીથી લૉન્ચ કરી રહ્યાં છીએ. વપરાશકર્તાઓ વેબ પર સબ્સ્ક્રાઇબ કરવા માટે દર મહિને $8 અને iOS પર બ્લૂ ટિક સહિત વપરાશકર્તા સુવિધાઓની ઍક્સેસ મેળવવા માટે દર મહિને $11 ચૂકવશે,” કંપનીએ લખ્યું. સબસ્ક્રિપ્શન લીધા પછી, તમને ટ્વીટ એડિટ, 1080p વીડિયો અપલોડ રીડર મોડ અને બ્લૂ ટિકની સુવિધા મળશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related posts

આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 સસ્તી ડીઝલ કાર,જુઓ પૂરી લિસ્ટ

KalTak24 News Team

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને એક ક્લિકમાં જ Reels ડાઉનલૉડ કરવાનો મળ્યો ઓપ્શન, જાણો કઇ રીતે થશે ડાઉનલૉડ

KalTak24 News Team

Twitter ને ટક્કર આપવા Meta એ લોન્ચ કરી ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ ‘Threads’,4 કલાકમાં 5 મિલિયન યુઝર્સ મળ્યા

KalTak24 News Team
Advertisement