December 21, 2024
KalTak 24 News
Technology

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને એક ક્લિકમાં જ Reels ડાઉનલૉડ કરવાનો મળ્યો ઓપ્શન, જાણો કઇ રીતે થશે ડાઉનલૉડ

Instagram Reels Download Feature: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે એક ખુશખબરી રિપૉર્ટ્સ સામે આવ્યા છે. આ ખબર ઇન્સ્ટાગ્રામ રીલ્સ(Instagram Reels)ને લગતી છે. અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ શેર કરવા માટે યૂઝર્સને તેને સ્ટૉરી(Story) પર સેટ કરવી પડતી હતી, અને પછી તેને ડાઉનલૉડ કરી શકાતી હતી. કેટલાક લોકો રીલ્સ ડાઉનલૉડ(Download) કરવા માટે થર્ડ પાર્ટી એપ્સ(Apps)નો પણ આશરો લેતા હતા,પરંતુ હવે આ બધું કરવાની જરૂર નથી કારણ કે કંપનીએ પબ્લિક રીલ્સ(Public Reels) માટે એક નવો ડાઉનલૉડ ઓપ્શન આપ્યો છે. એટલે કે હવે તમે એક ક્લિકમાં પબ્લિક રીલ્સ ડાઉનલૉડ કરી શકશો અને તેને અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશો.

આ ફિચર ટિકટોકમાં હાજર ફિચર જેવું જ છે. જોકે, ટિકટોકમાં રીલ્સ ડાઉનલૉડ કરવા પર તેમાં કંપનીનો વૉટરમાર્ક આવે છે. જોકે, Instagram Reels સાથે હાલમાં આવુ નથી. એટલે કે પબ્લિક રીલ્સ ડાઉનલૉડ કરવા પર તેમાં કોઈ વૉટરમાર્ક નહીં હોય. ધ્યાન રહે હાલમાં રીલ્સ ડાઉનલૉડ કરવાનો ઓપ્શન ફક્ત યુએસ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. ધીમે ધીમે કંપની આને બધા માટે રૉલઆઉટ કરશે.

આ રીતે થશે રીલ્સ ડાઉનલૉડ 

રીલ્સ ડાઉનલૉડ કરવા માટે તમારે શેર રીલ્સના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
અહીં તમને ડાઉનલૉડનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. આમ કરવાથી રીલ તમારા કેમેરા રૉલમાં સેવ થઈ જશે.

નોંધ- સાર્વજનિક ખાતાના યૂઝર્સને જ્યારે તેઓ ઇચ્છે ત્યારે રીલ્સ ડાઉનલૉડ કરવાના ઓપ્શનને દૂર કરવાનો અધિકાર હશે. એટલે કે તમે વીડિયોને ડાઉનલૉડ કરવાથી ડિસેબલ કરી શકો છો.આમ કરવાથી તમે રીલ્સ ડાઉનલૉડ કરી શકશો નહીં.

તાજેતરમાં જ થયું છે આ ફિચર રૉલઆઉટ
Instagramએ તાજેતરમાં વિશ્વભરના યૂઝર્સ માટે નૉટ્સમાં મ્યૂઝિક ક્લિપ્સ એડનો ઓપ્શન બનાવ્યો છે. આ સાથે યૂઝર્સ નૉટ્સનું ટ્રાન્સલેટ પણ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ નૉટ્સમાં યૂઝર્સ વધુમાં વધુ 30 સેકન્ડ સુધીની ઓડિયો ક્લિપ્સ શેર કરી શકે છે. કંપનીએ ગયા વર્ષે નૉટ્સ ફિચરની શરૂઆત કરી હતી. આ અંતર્ગત યૂઝર્સ 60 અક્ષરોમાં દિવસની અપડેટ અથવા તેમના વિચારો અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

એલોન મસ્કની મોટી જાહેરાત,X પરથી ફોન નંબર વગર જ કરી શકાશે વિડિયો-ઓડિયો કોલ

KalTak24 News Team

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 11000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટયા કર્યા

Sanskar Sojitra
Advertisement