December 19, 2024
KalTak 24 News
Technology

આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 સસ્તી ડીઝલ કાર,જુઓ પૂરી લિસ્ટ

  •  Top 5 Most affordable Diesel Cars: ડીઝલ કારની સારી વાત એ છે કે તેમાં વધુ માઈલેજ સાથે-સાથે બહેતર પાવર પણ મળી જાય છે. અહીં અમે તમને દેશમાં ઉપલબ્ધ 5 સૌથી સસ્તી ડીઝલ કાર વિશે જણાવી રહ્યા છીએ.

દેશના ઘણા રાજ્યોમાં ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે, તેમ છતાં ઘણા ગ્રાહકો એવા છે જે ડીઝલ કારને પસંદ કરે છે. ડીઝલ કારની સારી વાત એ છે કે તેમાં વધુ માઈલેજ સાથે-સાથે બહેતર પાવર પણ મળી જાય છે. અહીં અમે તમને દેશમાં ઉપલબ્ધ 5 સૌથી સસ્તી ડીઝલ કાર વિશે જણાવી રહ્યા છીએ.

ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz) :

અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચબેક સૌથી સસ્તી ડીઝલ કાર છે. તેની શરૂઆતી કિંમત 7.42 લાખ રૂપિયા છે. Altroz માં 1.5-લિટર, ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન છે જે 90hp અને 200Nm માટે સારું છે. આ માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ વિકલ્પ સાથે થઈ શકે છે અને તેમાં ARAI નો દ્વારા દાવો કર્યો છે કે તે 25.11kpl ની માઇલેજ આપે છે.

HYUNDAI GRAND i10 NIOS :

ગ્રેન્ડ આઈ10 નિઓસ સૌથી સસ્તી ડીઝલ કારના મામલે બીજા ક્રમે આવે છે. Hyundai તેને ફક્ત વધુ સારી રીતે સજ્જ મિડ-સ્પેક Sportz ટ્રીમમાં રજૂ કરે છે. Nios માં 75hp પાવરનું 1.2-લિટર ડીઝલ એન્જિન મળે છે. આ 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત 7.22 લાખ રૂપિયા છે.

Hyundai Aura :

Niosની જેમ, Aura સેડાનમાં પણ 1.2-લિટર, ત્રણ-સિલિન્ડર ડીઝલ એન્જિન મળે છે જે 75hp પાવર અને 190Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે રાખી શકાય છે. તેમાં 25.40kplની માઈલેજ મળે છે. ઓરાનું ડીઝલ એન્જિન એકદમ રિફાઈન્ડ છે. તેની શરૂઆતી કિંમત 8.6 લાખ રૂપિયા છે.

Hyundai i20 :

Hyundai i20 આ લિસ્ટમાં બીજી પ્રીમિયમ હેચબેક છે અને તે 1.5-લિટર, ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે આવે છે જે 100hp પાવર અને 240Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ જ એન્જીન Hyundai અને Kiaના બીજા ઘણા મોડલ્સમાં પણ જોવા મળે છે. i20 માં આ એન્જિન ફક્ત 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. તેના ડિજન વેરિઅન્ટની શરૂઆતી કિંમત 9.20 લાખ રૂપિયા છે.

Honda Amaze :

Honda Amaze 1.5-લિટર, ચાર-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવે ત્યારે 100hp પાવર અને 200Nm પીક ટોર્ક જનરેટ કરે છે. જો કે, તેના ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આઉટપુટ 80hp અને 160Nm સુધી ઘટી જાય છે. આ સેગમેન્ટમાં Amaze એકમાત્ર મોડલ છે જે યુનિક CVT ઓટોમેટિક અને ડીઝલ પાવરટ્રેન કોમ્બિનેશન સાથે આવે છે. તેની શરૂઆતી કિંમત 8.78 લાખ રૂપિયા છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

જો તમારું વીજળી બિલ વધુ આવતું હોય તો આપને બિલ ઓછું કરવા આ છે જબરદસ્ત Tips

KalTak24 News Team

Twitter ને ટક્કર આપવા Meta એ લોન્ચ કરી ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ ‘Threads’,4 કલાકમાં 5 મિલિયન યુઝર્સ મળ્યા

KalTak24 News Team

શું તમારે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર બ્લ્યુ ટીક જોઈએ છે? માર્ક ઝુકરબર્ગ કરી મહત્વની જાહેરાત

KalTak24 News Team
Advertisement