December 18, 2024
KalTak 24 News
Technology

Google ની સેવા મફત હોવા છતાં કઈ રીતે તમે આવક અબજોમાં કરી શકો,જાણો શું છે બિઝનેસ મોડલ ?

Google

Google : આપણને રોજબરોજ ની લાઈફમાં કોઈ વસ્તુની અને કોઈ સવાલ ક્યારે થઇ જાય તે કોઈને ખબર નથી હોતી.જયારે આ મુઝવણ કે સવાલને દુર કરવા માટે કોઈ ઉપાય આપણને નજર ન આવે તો આપડે તરત જ Google નો સહારો લેવો પડે છે.અને તમે એના વિશે તમે વિચાર્યું છે કે Google કેવી રીતે પૈસા કમાય છે. અને Googleની મોટાભાગની સેવાઓ મફતમાં આપે છે. તો પછી કંપની કેવી રીતે કમાય છે.અને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની કમાણી અબજો ડોલરમાં છે.અને કંપનીની મોટા ભાગની સેવાઓ માટે યુઝરને કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. તો પછી આપણને જાણવા ની ઈચ્છા થાય કે Googleની કંપની આલ્ફાબેટની કમાણી અબજો ડોલરમાં કઈ રીતે કમાઈ છે.તો પછી ચલો જાણીએ.અને તેના બિઝનેસ મોડલને પણ.

Google આપણને માહિતી મફતમાં શોધી આપે છે અને આપણી પાસે તે કોઈ પણ ચાર્જ લેતું નથી.માત્ર ગૂગલ સર્ચ જ નહીં પરંતુ Gmail, YouTube સહિતની ઘણી સેવાઓ આપણે મફતમાં ઉપયોગ કરીએ છીએ. સવાલ એ છે કે જો કરોડો લોકો Googleની આ સેવાઓનો મફતમાં ઉપયોગ કરે છે, તો કંપનીને કમાણી કઈ રીતે થાય છે.કંપની એક કે બે રીતે નહીં પણ અનેક રીતે પૈસા કમાય છે. Googleની શરૂઆત 1998માં ટોપ 10 અમીર વ્યક્તિઓમાં સામેલ લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા Googleની શરુવાત કરવામાં આવી હતી.

Alphabet Inc
Alphabet Inc

 

Alphabet Inc.

Google ની માલિકી Alphabet Inc છે.તેનો IPO 2004માં લાવવામાં આવ્યો હતો. જેની કિંમત $85 હતી.

Google AdSense
Google AdSense

 

સંબંધિત જાહેરાતો ( Google જાહેરાતો )

Googleની સર્વિસ પ્લેટફોર્મ પર દરરોજ કરોડો લોકો ઘણી શોધ કરે છે. કંપની તેમને તેમના શોધ પરિણામોથી સંબંધિત જાહેરાતો બતાવે છે અને પૈસા કમાય છે. કંપની તેની 80 ટકા આવક Google Ads દ્વારા વર્ષ 2021માં જાહેરાતોમાંથી $209 બિલિયનથી વધુની આવક મેળવી હતી. તેમાં વેબસાઈટથી લઈને યુટ્યુબ વિડીયો સુધી Google Ads જોઈ શકો છો. આ સિવાય કંપની ક્લાઉડ સર્વિસ, હાર્ડવેર અને પ્રીમિયમ કન્ટેન્ટ આપીને પણ પૈસા કમાય છે.

Google Cloud
Google Cloud

 

Google Cloud Platform

કંપની છેલ્લા કેટલાક સમયથી તેની ક્લાઉડ સેવાઓનો પ્રચાર-પ્રસાર કરે છે. કંપની મફત ક્લાઉડ સેવાઓ પ્રદાન કરે છતાં, આ સેવા મર્યાદિત છે. ચોક્કસ મર્યાદા પછી, વપરાશકર્તાઓએ પ્રતિ GB સ્ટોરેજ માટે પૈસા ખર્ચવા પડે છે. વર્ષ 2021માં કંપનીએ ગૂગલ ક્લાઉડ દ્વારા $19 બિલિયનની કમાણી કરી હતી.

Hardware

Google આ વ્યવસાયમાં ખૂબ સક્રિય ન હતું. પરંતુ કંપનીએ તાજેતરમાં પોતાની આ સર્વિસને સક્રિય કરી છે. હવે તમને બજારમાં ગૂગલના સ્માર્ટફોન, ઘડિયાળો, ઇયરબડ અને અન્ય પ્રોડક્ટ્સ મળશે. વર્ષ 2021માં કંપનીએ $19.6 બિલિયનની કમાણી કરી હતી.

Google Playstore
Google Playstore

 

Google Play Store

મોટાભાગના લોકો APP ને મફત ડાઉંનલોડ કરવા માટે ગૂગલ પ્લેસ્ટોરનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ પર એપ અપલોડ કરવા માટે એપ ડેવલપરને પણ ફી ચૂકવવી પડે છે.

YouTube Premium
YouTube Premium

YouTube Premium

કંપની દરેકને YouTube અને YouTube Musicની મફત સર્વિસ આપે છે. પરંતુ તેની સંપૂર્ણ ઍક્સેસ માટે તમારે એક નિશ્ચિત ચાર્જ ચૂકવવો પડે છે. આના માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે તેની સંપૂર્ણ સેવાનો લાભ યુઝરને મળે છે. આ સર્વિસમાંથી કંપનીને લગભગ $600 મિલિયનની આવક મેળવી હતી.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related posts

WhatsApp માં આવ્યું શાનદાર નવું ફીચર, બે ફોનથી એક સાથે થશે ચેટિંગ, જાણો સરળ રીત

Sanskar Sojitra

શું તમે WhatsAppના આ નવા ફીચર્સ તમે ટ્રાય કર્યા? જો ના કર્યું હોય તો અત્યારે ટ્રાય,ખૂબ જ છે કામના

KalTak24 News Team
Advertisement