- METAએ હાલ એક મોટી જાહેરાત કરી છે
- મેટાએ ભારત માટે પણ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી
- ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે આટલી કિંમત
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચલાવતી કંપની METAએ હાલ એક મોટી જાહેરાત કરી છે.મેટાએ આખરે ભારત માટે પણ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી છે. એ વાત તો નોંધનીય છે કે મેટાનું બ્લુ સબસ્ક્રિપ્શન કેનેડા જેવા દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ભારતની સાથે અન્ય ઘણા દેશોમાં પણ મેટા વેરિફાઈડ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.
iOS અને Android પર 699 રૂપિયાનું માસિક સબ્સ્ક્રિપ્શન
કંપનીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે લોકો iOS અને Android પર રૂ. 699 માં માસિક સબ્સ્ક્રિપ્શન ખરીદી શકશે. આગામી મહિનાઓમાં, અમે દર મહિને રૂ. 599 માં વેબ ખરીદીનો વિકલ્પ પણ રજૂ કરીશું. વેરિફાઇડ એકાઉન્ટ સબ્સ્ક્રિપ્શન્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યૂઝર્સે તેમના એકાઉન્ટને સરકારી ઓળખપત્રની મદદથી વેરિફાઈ કરાવવાનું રહેશે. વેરિફાઇડ એકાઉન્ટને સુરક્ષાની સાથે એકાઉન્ટ રિલેટેડ હેલ્પ પણ કરવામાં આવશે.
Meta Verified is now available in India!! Any previously verified account will maintain its status on Instagram and Facebook for free. pic.twitter.com/VD710zyJr5
— Karan Jindal (@jndlkaran) June 7, 2023
સરકારી ઓળખપત્ર સાથે વેરિફાઈડ કરવાનું રહેશે
મેટાએ જણાવ્યું હતું કે, “અમે વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં અમારા પ્રારંભિક પરીક્ષણના સારા પરિણામો જોયા પછી ભારતમાં મેટા વેરિફાઈડના અમારા પરીક્ષણને વિસ્તારી રહ્યા છીએ. અમે વેરિફાઈડ બેજનું પણ સન્માન કરવાનું ચાલુ રાખીશું, જે અગાઉ આપવામાં આવેલા વર્તમાન માપદંડો પર આધારિત છે. તેને પાત્ર બનવા માટે એકાઉન્ટ્સે ન્યૂનતમ પ્રવૃત્તિ આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે, જેમ કે અગાઉના પોસ્ટિંગ ઇતિહાસ અને અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ અરજદારોએ એક સરકારી ઓળખપત્ર સબમિટ કરવું પડશે. તે Facebook અથવા Instagram એકાઉન્ટના પ્રોફાઇલ નામ અને ફોટા સાથે મેળ ખાતું પણ હોવું જરૂરી છે.
નોંધનીય છે કે Meta એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેની પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ ‘Meta Verified’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તે સમયે આ સેવા ફક્ત યુએસમાં જ ઉપલબ્ધ કરાવી હતી. આ પછી તેને યુકેમાં 16 માર્ચે અને કેનેડામાં 31 માર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે નવીનતમ અપડેટમાં જાણવા મળ્યું છે કે આ સુવિધા ભારતીય યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવી છે. પેઇડ વેરિફાઇડ એકાઉન્ટને કંપની તરફથી ઘણી વિશેષ સુવિધાઓનો લાભ આપવામાં આવશે.
અગાઉ Twitterએ પણ આવી સેવા શરૂ કરી હતી
અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter વેરિફાઈડ એકાઉન્ટ માટે માસિક સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાનું શરૂ કરનાર પ્રથમ કંપની હતી. વેરિફિકેશન સ્ટેટસ જાળવવા માટે કંપનીએ આ વર્ષની શરૂઆતમાં વેબ પર રૂ. 650 અને મોબાઇલ ડિવાઇસ પર રૂ. 900ની માસિક ફી પર ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી હતી.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ