Kieron Pollard retirement from the IPL:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાવર હીટર્સની વાત થાય તો કાયરન પોલાર્ડ(Kieron Pollard)નું નામ સૌથી પહેલા આવે. પોતાની પાવર હિટિંગથી દર્શકોનું મનોરંજન પૂરું પાડનાર કેરેબિયન ઓલરાઉન્ડરે IPLમાંથી રાજીનામુ આપી દીધું છે. તેણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. જો કે, નિવૃત્તિ બાદ પણ કાયરન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સ(Mumbai Indians) સાથે જોડાયેલો રહેશે. તે હવે ટીમના બેટિંગ કોચ તરીકે ફરજ નિભાવશે.
શું લખ્યું છે કાયરન પોલાર્ડ?
પોલાર્ડે ટ્વીટમાં લખ્યું કે, હું થોડો વધુ સમય રમવા માગતો હતો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સાથેની ચર્ચાઓને પગલે મેં મારી આઈપીએલ કારકિર્દી સમાપ્ત કરવાનું નક્કી કર્યું છે, હું હવે MI માટે રમવાનો નથી તો હું મારી જાતને MI સામે રમતા પણ જોઈ શકતો નથી. એકવાર MIનો થઈ ગયો તો કાયમ MIનો જ રહીશ.
💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6
— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022
આ MI માટે ભાવનાત્મક અલવિદા નથી, કારણકે હું IPLમાં બેટિંગ કોચની ભૂમિકા નિભાવવા તેમજ MI અમીરાત સાથે રમવા માટે સંમત છું. મારી કારકિર્દીનું આ આગલું પ્રકરણ ખરેખર રોમાંચક છે અને મને મારી જાતને પણ રમવાથી લઈને કોચિંગમાં ટ્રાન્ઝીશન કરવાની તક આપે છે.
છેલ્લી 13 સીઝનમાં IPLની સૌથી મોટી અને સૌથી સફળ ટીમનું પ્રતિનિધિત્વ કરવા બદલ મને ખૂબ જ ગર્વ, સન્માન અને આશીર્વાદ છે. આ અદ્ભુત ટીમ માટે રમવાની હંમેશા આકાંક્ષા હતી. હું એક પ્લેયર તરીકે ટીમ માટે રમવાનો અનુભવ ચોક્કસ મિસ કરીશ. મને એ વાતનો આનંદ છે કે હું વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમી શક્યો છું. મેં હંમેશા મેદાન પર અને મેદાનની બહાર MI ફેન્સનો બિનશરતી સપોર્ટ અનુભવ્યો છે અને પ્રશંસા કરી છે. અમે સાથે મળીને 2011 અને 2013માં ચેમ્પિયન્સ લીગ અને 2013, 2015, 2017, 2019 અને 2020માં IPL જીત્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સમાં અમારી સાથે રહેલા કોચ, મેનેજર્સ અને અન્ય બેકરૂમ સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું અને હવે હું તેમની સાથે જોડાઈ રહ્યો છું. શ્રેષ્ઠ વાતાવરણ બનાવવાની તેમની સતત મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતા અને તેમના સફળ અભિગમનું અનુકરણ કરવા માટે ઉત્સુકતા વિના અમે વર્ષોથી સફળતા પ્રાપ્ત કરી શક્યા ન હોત. ખાસ કરીને હું મારા સારા મિત્ર રોબિન સિંઘને તેમની વર્ષોથી સારી સલાહ અને માર્ગદર્શન માટે વિશેષ આભાર આપવા માંગુ છું.
મુકેશ, નીતા અને આકાશ અંબાણીએ જે જબરદસ્ત પ્રેમ, સમર્થન અને આદર આપીને તેઓએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું તેમનો આભાર માનું છું. મને અમારી પહેલી મુલાકાત યાદ છે જ્યારે તેમણે ખુલ્લા હાથે મારું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, “આપણે ફેમિલી છીએ. તે માત્ર શબ્દો જ નહોતા, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ સાથેના મારા સમય દરમિયાન તેમની દરેક ક્રિયા દ્વારા દર્શાવવામાં આવ્યું હતું.”
2021 સીઝનમાં પોલાર્ડ ફોર્મ માટે ઝઝૂમ્યો
પોલાર્ડ 2010થી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હતો પરંતુ ગત સિઝનમાં તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે ગઈ સીઝનની 11 મેચમાં 14.40ની એવરેજથી 144 રન કર્યા હતા અને આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 107.46ની જ હતી. ટૂર્નામેન્ટમાં પોલાર્ડે 4 વિકેટ જ ઝડપી હતી અને 8.92ની ઈકોનોમીથી રન આપ્યા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp