India vs New Zealand T20I at Ahmedabad: ન્યૂઝીલેન્ડની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. ત્રીજી વનડે આજે ઇન્દોરમાં રમાશે. આ બાદ ભારત અને કિવિઝ વચ્ચે T20 સીરિઝ પણ રમાવવાની છે. શ્રેણીની અંતિમ T20 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ માટે ઓનલાઇન ટિકિટ બુકીંગ શરૂ થઈ ગયું છે.
ઓનલાઇન બુક કરી શકો છો મેચની ટિકિટ
1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા ધરાવતા વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 1 ફેબ્રુઆરીના રોજ રમાનાર મેચ માટે બુકીંગ શરૂ થઈ ગયું છે. ટિકિટનો ભાવ 500 રૂપિયાથી લઈને 10 હજાર સુધીનો રાખવામાં આવ્યો છે. આ ટિકિટ્સ બુકમાય શો પરથી બુક કરી શકાય છે.
ક્યા બ્લોકનો કેટલો ભાવ?
- બ્લોક K, L, P, Qનો ભાવ 500 રૂપિયા છે.
- બ્લોક B,C, F,Gનો ભાવ 1 હજાર રૂપિયા છે.
- બ્લોક J અને Rનો ભાવ 2 હજાર રૂપિયા છે.
- બ્લોક A,H,M અને Nનો ભાવ 2.5 હજાર રૂપિયા છે.
- બ્લોક D અને Eનો ભાવ 4 હજાર રૂપિયા છે.
- અદાણી પ્રીમિયમ વેસ્ટ-ઇસ્ટ બ્લોકમાં ટિકિટનો ભાવ 6 હજાર રૂપિયા છે.
- અદાણી પેવેલિયનનો ભાવ 10 હજાર – સૌથી વધુ છે. અહીં બેસીને મેચનો બેસ્ટ વ્યૂ માણી શકાય છે.
જુઓ 360 ડીગ્રી સ્ટેડિયમ નો લુક
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો જુઓ, આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે. નોર્થ પેવેલિયનનું નામ રિલાયન્સ જિયો નોર્થ સ્ટેન્ડ છે અને સાઉથ પેવેલિયનનું નામ અદાણી સાઉથ સ્ટેન્ડ છે.
કોણે બનાવ્યું છે મોટેરા સ્ટેડિયમ ?
ઓસ્ટ્રેલિયન કંપની પોપ્યુલસ કન્સેપ્ટ આર્કિટેક્ટ છે; L&T ડેવલપર (ડિઝાઇન અને નિર્માણ) છે તથા STUP કન્સલ્ટન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) છે. પોપ્યુલસ કંપનીએ 2012 લંડન ઓલિમ્પિક્સમાં આર્કિટેક્ટ તરીકે ફરજ નિભાવી હતી.
જુઓ મોટેરાનું ક્લબ હાઉસ
અત્યાધુનિક ક્લબ હાઉસ, જેમાં છે 50 ડિલક્સ રૂમ અને પાંચ સ્યૂટ રૂમ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરાં, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર/ટીવી રૂમ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp