CSK New Captain: IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી IPL સીઝન પહેલા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. એમએસ ધોનીની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલે આ વાતની પુષ્ટિ કરી છે.
27 વર્ષના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ ટીમનો ચોથો કેપ્ટન હશે. આ પહેલા ધોની ઉપરાંત રવીન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશિપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશિપ કરી છે. જ્યારે જાડેજા 8 અને રૈનાએ 5 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું.
2022માં જાડેજા હતો CSKનો કેપ્ટન
IPL 2022માં ચેન્નાઈ ટીમે એક દિવસ પહેલા જ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ત્યારે રવિન્દ્ર જાડેજાને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો પરંતુ તેનું આ પગલું બેકફાયર બન્યું હતું. જાડેજાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જાડેજાનું પોતાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યારે જાડેજાની જગ્યાએ ધોનીને મિડસીઝનમાં કેપ્ટન તરીકે ફરીથી જવાબદારી સંભાળવી પડી હતી.
ધોનીની કેપ્ટનશિપમાં CSK 5 વખત ચેમ્પિયન બન્યું
42 વર્ષના ધોનીએ 15 ઓગસ્ટ 2020નાં રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પરંતુ તે IPL રમે છે. તેણે પોતાની કેપ્ટનશિપમાં CSKને 5 વખત ખિતાબ અપાવ્યો. ધોનીની કેપ્ટનશિપમાં જ ચેન્નાઈ ટીમે ગત વખતે 2023 સીઝન પણ પોતાને નામે કરી હતી. ત્યારે ફાઈનલમાં તેઓએ ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું.
𝐈𝐭’𝐬 𝐒𝐡𝐨𝐰𝐓𝐢𝐦𝐞!
The #TATAIPL is here and WE are ready to ROCK & ROLL 🎉🥳🥁
Presenting the 9 captains with PBKS being represented by vice-captain Jitesh Sharma. pic.twitter.com/v3fyo95cWI
— IndianPremierLeague (@IPL) March 21, 2024
ધોનીએ થોડા દિવસ પહેલાં આપી હતી હિન્ટ
ધોનીએ હાલમાં જ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને સંકેત આપ્યા હતા તે હવે IPL 2024માં નવા રોલમાં જોવા મળી શકે છે. તેની આ પોસ્ટથી ફેન્સની ધડકન વધી ગઈ હતી. ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું- નવી સીઝન અને નવી ભૂમિકા માટે રાહ નથી જોઈ શકતો. પોતાની આ પોસ્ટમાં માહીએ ખુલાસો કર્યો ન હતો કે તેનો નવો રોલ શું હશે. પરંતુ હવે આ પોસ્ટથી બધી જ વાત ક્લિયર થઈ ગઈ છે.
ધોની કરતા ગાયવાડની ફી છે અડધી
ગાયકવાડે 2020ની સિઝનમાં IPLમાં ડેબ્યું કર્યું હતું. ત્યારથી તે IPLમાં 52 મેચ રમી ચૂક્યા છે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી ગાયકવાડને એક સિઝન માટે 6 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે ધોનીને 12 કરોડ રૂપિયા મળી રહ્યા છે. આ રીતે આઈપીએલમાં ગાયકવાડની ફી ધોની કરતા અડધી છે.
Presenting @ChennaiIPL‘s Captain – @Ruutu1331 🙌🙌#TATAIPL pic.twitter.com/vt77cWXyBI
— IndianPremierLeague (@IPL) March 21, 2024
તેણે 2022 સીઝન સિવાય દર વર્ષે CSK માટે 40થી ઉપરની એવરેજથી રન બનાવ્યા છે. તે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્રની કેપ્ટનશિપ પણ કરી ચુક્યો છે. યુવા બેટ્સમેન ગાયકવાડ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. 2022માં ચીનમાં રમાયેલી એશિયન ગેમ્સમાં તેને ભારતીય પુરુષ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગાયકવાડે તે ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.