November 22, 2024
KalTak 24 News
Gujarat

અમદાવાદ બાદ સુરતમાં નબીરો બેફામ બન્યો, પુરપાટ ઝડપે કાર ચલાવીને 5 લોકોને અડફેટે લીધા,સામે આવ્યાં ચોંકાવનારા CCTV

Surat Accident
  • અમદાવાદ બાદ સુરતમાં નબિરો બેફામ બન્યો
  • સુરતમાં કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા
  • BRTS રૂટમાં 3 બાઈક અને 2 રાહદારીને અડફેટે લીધા

Surat News: રાજ્યમાં નબીરાઓ દ્વારા અકસ્માતની ઘટના સતત બની રહી છે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ ઘટના બાદ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમા આજે સુરતમાં ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક અને રાહદારીને અડફેટે લીધા છે. કારની અડફેટે આવતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સુરતના કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને લીધા અડફેટે અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો.

14 1690751683

વાયુ વેગે કાર ચલાવી સુરતમાં સાજન ઉર્ફે સન્ની પટેલે 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા થવા પામી હતી. આરોપીએ નીતિની નિયમ નેવે મૂકી BRTS રૂટમાં ઓવરસ્પિડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આરોપી કારના ચાલકે એક બાદ એક ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બાદમાં કારની એરબેગ્સ ખુલી ગઈ હતી.

બીજી બાજુ આરોપો કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. લોકોએ કાર ચાલકને બહાર કાઢી બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાબડતોબ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરાંત કાર ચાલકને પણ ઇજા થતાં તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

11 1690751692

અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળાએ કાર ચાલકને ઝડપીને પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ કાર ચાલકને પણ ઈજા થઇ હોય તેને પણ પ્રાથમિક સારવાર અપાયા બાદ કાપોદ્રા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલકનું નામ સાજન પટેલ છે અને તે ઉત્રાણ વિસ્તારનો રહેવાસી છે. હાલ પોલીસે તેની અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. કસ્માતની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે ત્યાં એક કાર ચાલક બેફામ કાર હંકારીને અવે છે અને અકસ્માત સર્જે છે.

એક ઈજાગ્રસ્ત કિશન હીરપરાના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો કિશન એટીએમમાંથી રૂપિયા ઉપાડી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે આ કારચાલકે અડફેટે લીધો હતો. આ કારચાલક દારૂના નશામાં હતો. હાલ મારા દીકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ત્રણ જેટલાં ઓપરેશન આવે એમ છે. તેના હાથમાં ઇજા થઇ છે. જ્યારે એક પગ ભાંગી ગયો છે. તેની સાથે રહેલા યશ ઘેવરિયાને પણ ઇજા પહોંચી છે.

ઘટનાને જોનાર સચિને જણાવ્યું હતું કે અમે બંને ભાઈઓ ગાડી પર જતા હતા અને પાછળથી ૧૨૦ થી ૧૩૦ ની સ્પિડમાં કાર આવી હતી અને પાછળથી ટક્કર મારી હતી જેથી અમે બંને ફંગોળાયા હતા. જેમાં ભાઈને પગમાં ફેકચર થયું છે. અકસ્માતની ઘટનામાં ત્યાં અંદાજીત ૭ થી ૮ જેટલા લોકોને ઈજા થઇ છે.

 

Related posts

બારડોલી તાલુકાના મગરોલીયા ગામના 102 વર્ષના વાલીબેને પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન,એક ક્લિકમાં જાણો તમામ વિગત

KalTak24 News Team

રાજકોટ/ ગોંડલ નેશનલ હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત,સ્વિફ્ટ અને બોલેરો વચ્ચે ટક્કર થતા 4 યુવકોના કરુણ મોત

KalTak24 News Team

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો

KalTak24 News Team