- AAPની રાજકીય પોલ ખુલી પડી ગઇ
- કેજરીવાલ રીક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા
- વિક્રમ દંતાણીએ પોતાના મનની વાત કહી
વડાપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે પ્રવાસનો બીજો દિવસ છે. તેમાં વડાપ્રધાન મોદીએ આજે વંદે ભારત ટ્રેન તથા અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. તેમજ અમદાવાદના થલતેજ ખાતે PM મોદી સભા સંબોધન કરી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે રીક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે વિક્રમ દંતાણી PM મોદીની સભામાં હાજર રહ્યો હતો. અને કહ્યું હતુ કે હું તો ભાજપનો આશિક છું.
થલતેજમાં વડાપ્રધાન મોદીની સભા હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે થલતેજમાં તેમણે મેટ્રોના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. આ બાદ તેમણે એક જનસભાને પણ સંબોધી હતી. ત્યારે વડાપ્રધાનની આ જનસભામાં રીક્ષાચાલક વિક્રમ દંતાણી પણ ભાજપનો ખેસ પહેરીને કાર્યકર્તાઓ સાથે બસમાં જતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.
જુઓ વિડિયો માં શું કહ્યું:
કેજરીવાલ રીક્ષાચાલકના આમંત્રણ પર તેના ઘરે જમવા ગયા હતા
નોંધનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં આવેલા વિક્રમ દંતાણી નામના રીક્ષા ચાલકે કેજરીવાલને તેના ઘરે જમવા જવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાદ કેજરીવાલ તેની જ રીક્ષામાં બેસીને વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે પહોંચ્યા હતા.
મારી મરજીથી જોડાયોઃ રીક્ષાચાલક
વધુમાં તેણે કહ્યુ હતુ કે, હું મારી જાતે જ ભાજપમાં આવ્યો છું. મારી મરજીથી આવ્યો છું. મને કોઈએ આવવા માટે કીધું નથી કે મારી સાથે કોઈ જબરદસ્તી કરવામાં આવી હતી. અમાકા ઘરના માણસો છે અને કોઈપણ પ્રકારની ધાક-ધમકી આપવામાં આવી નથી.
‘જમવાના દિવસ પછી અત્યાર સુધીમાં કોઈ વાતચીત નહીં’
વધુમાં વિક્રમે જણાવ્યુ હતુ કે, ‘જ્યારે કેજરીવાલ જમવા આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તે બધા જ તેમના માણસો હતા. ઘણાં યુનિયન તરફથી આવ્યા હતા અને ઘણાં બહારથી આવ્યા હતા. હું ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે આટલા બધા લોકો છે. એ કેવી રીતે આવ્યાં તે મને નથી ખબર. મેં તો કેજરીવાલને આમંત્રણ આપ્યું હતું તો જમાડીને મોકલી દીધા હતા અને ત્યારપછી અત્યાર સુધીમાં અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.’
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp