- સુરત આમ આદમી પાર્ટીમાં ફરી ભંગાણ
- AAPના વધુ 2 કોર્પોરટરો જોડાયા ભાજપમાં
- કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા
સુરત(Surat): શહેરમાં વધુ એક AAPમાં મોટું ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટરો ભાજપ(BJP)માં જોડાયા છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટર અને પછી છ કોર્પોરેટરો અને હવે 2 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 12 કોર્પોરેટરે કેસરિયો ધારણ કરી ચુક્યા છે.
મહત્વનું છે કે, થોડા સમય અગાઉ આપના 4 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. ત્યારબાદ વધુ 6 કોર્પોરેટરે આપથી કંટાળીને રાજીનામા ધરી દીધા હતા. એટલે કે 10 કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો હતો. તો હવે આજે બીજા 2 કોર્પોરેટરે ભાજપનો હાથ પકડ્યો છે.
અગાઉ કોણે રાજીનામા આપ્યા હતા તેવી વાત કરવામાં આવે તો,
વોર્ડ નં 2 ભાવનાબેન સોલંકી
વોર્ડ નં 3 રૂતાબેન ખેની
વોર્ડ નં 8 જ્યોતિબેન લાઠિયા
વોર્ડ નં 16 વિપુલ મોવલિયા
વધુ જે 6 કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે તેમના નામની વાત કરીએ તો,
વોર્ડ નં 4 ઘનશ્યામ મકવાણા
વોર્ડ નં 4 ધર્મેન્દ્ર વાવલિયા
વોર્ડ નં 5 અશોક ધામી
વોર્ડ નં 5 કિરણ ખોખાણી
વોર્ડ નં 5 નિરાલી પટેલ
વોર્ડ નં 17 સ્વાતિ ક્યાડા
ત્યારે હવે આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાય ગયા છે,જેમાં વોર્ડ નં-3 કનું ગેડિયા અને વોર્ડ નં-2 અલ્પેશ પટેલનો સમાવેશ થાય છે,બંનેએ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમેરાની સહીત હોદ્દેદારોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
સુરત શહેર ભાજપ પ્રમુખે શું કહ્યું ?
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, PM મોદીની લોકપ્રિયતા વધી રહી હોઇ તેનાથી પ્રેરાઈને હવે સુરતમાં આપના કોર્પોરેટરો ભાજપમાં આવી રહ્યા છે. ભાજપની વિકાસની રાજનીતી મોદીની આગેવાની લોકપ્રિયતા વધી રહી છે. જેને લઈ આજે AAPમાંથી બંને કોર્પોરેટરો રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.
શું કહ્યું ભાજપમાં જોડાયેલા બાદ AAPના કોર્પોરેટરે ?
AAPમાંથી ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટર કનું ગેડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, AAPએ મને સસ્પેન્ડ કર્યો અને હું ભાજપમાં જોડાયો છું. મેં મારા મતદારો સાથે દ્રોહ કર્યો નથી. મતદારોએ મને જોઈને મત આપ્યા હતા, AAP ને જોઈને નહી.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp