December 18, 2024
KalTak 24 News
BharatGujaratPolitics

આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા,4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની આજથી ગુજરાતમાં એન્ટ્રી ( Image Source :PTI )

Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસની ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચવાની છે. ત્યારે આ દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi) પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે. કોંગ્રેસ(Congress)ની ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસ 7 જિલ્લામાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગ યોજાશે. ગરીબોને ન્યાય મળે તે સહિતના મુદ્દાઓ ભારત જોડો ન્યાય યાત્રામાં(Bharat Jodo Nyay Yatra) ઉઠાવવામાં આવશે. પંચમહાલના ગોધરાથી યાત્રા શરૂ થશે. પાવાગઢ દર્શન, જાંબુઘોડા, અલીપુરા બોડેલી સર્કલ, નસવાડી, કેવડિયા, નેત્રંગ ભરૂચ સહિતના વિસ્તારો આવરી લેવાશે.

“ભારત જોડો ન્યાય યાત્રા” ચાર દિવસમાં ગુજરાતમાં 400 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. કોંગ્રેસના એક અધિકારીએ જણાવ્યું કે યાત્રા દાહોદ જિલ્લાના ઝાલોદમાં 7 માર્ચે બપોરે 3:00 વાગ્યાની આસપાસ પ્રવેશ કરશે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઝાલોદના કંબોઇ ધામ સ્થિત તેમના સ્મારક ખાતે સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી નાયક ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપીને ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ જીલ્લામાંથી પસાર થવાની છે.  જેને લઈ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદનાં જમાલપુર-ખાડીયાનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પંચમહાલ પહોંચ્યા હતા. તેમજ કોંગ્રેસનાં કાર્યકરો સાથે બેઠક કરી હતી. કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મને તો કોઈ ગૂંગળામણ થતી નથી. મારી વાત સાંભળો કોંગ્રેસ પાર્ટી તો એક વિચારધારા છે. 138 વર્ષ જૂની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યની જરૂર છે અમારે કોઈની જરૂર નથી. પરંતું કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેલો છે અમારો કાર્યકર. 30 વર્ષથી ગુજરાતમાં અમારી સત્તા નથી. પોલીસ અમારા કાર્યકરોનો દંડા મારતી હોય છે.  એમને ડીટેઈન કરીને લઈ જતી હોય તો પણ આજે કોંગ્રેસનાં કાર્યકર તરીકે લોકો મજબૂતીથી કોંગ્રેસને સાથ અને સહકાર આપે છે. 

8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા

દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાશે કાર્યક્રમ 
ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું થશે સ્વાગત 
11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા
બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ 
હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન 
હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી 
પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા 
ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ 

9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા 

બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે
નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન 
રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત
બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં 2.30 વાગ્યે થશે કોર્નર બેઠક 

10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન 

માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી 
બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન 
બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા 
વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે 
10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા

10 માર્ચે મહારાષ્ટ્રમાં પ્રવેશ

આ યાત્રા 10 માર્ચે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. તે પહેલા આ યાત્રા ગુજરાતના સાત જિલ્લામાંથી પસાર થશે, જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સુરત અને નવસારી જેવા આદિવાસી વસ્તી વધુ છે. દોશીએ કહ્યું કે રાહુલ છ જાહેર સભાઓ અને 27 શેરી સભાઓને સંબોધિત કરશે, જેની સાથે સમર્થકો 70 થી વધુ સ્થળોએ તેમનું સ્વાગત કરશે. વ્યારાથી સોનગઢ પહોંચી મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે. 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં યાત્રા પ્રવેશ કરશે.

કોંગ્રેસના નેતા માર્ગમાં પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર અને રાજપીપળામાં હરસિદ્ધિ માતાજી મંદિર સહિત અનેક મંદિરોની મુલાકાત લેશે. રાહુલ ગાંધી 8 માર્ચે મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવની પૂજા પણ કરશે. કોંગ્રેસના નેતા તેમની ગુજરાત મુલાકાતના અંતિમ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા બારડોલીમાં સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. 

આમ આદમી પાર્ટી (AAP) એ 7 થી 10 માર્ચ સુધી ગુજરાતમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાવા માટે કોંગ્રેસનું આમંત્રણ સ્વીકાર્યું છે. આમ આદમી પાર્ટીએ મંગળવારે (5 માર્ચ) આ માહિતી આપી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, એક પ્રકાશનમાં, AAPના ગુજરાત એકમે જણાવ્યું હતું કે રાજ્યમાં મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો અને નેતાઓ યાત્રામાં ભાગ લેશે.

Related posts

પારસી પરિવારના ઘરે ભગવાન સ્વામિનારાયણ ની પાઘ, સુરતમાં 200 વર્ષથી થાય છે જતન;ભાઈબીજ પર પાઘડીના દર્શનાર્થે ભક્તોની ભીડ

KalTak24 News Team

એડવેન્ચરમાં રસ હોય તો સરકાર ફ્રીમાં કરાવશે આ કોર્ષ; જાણો સંપૂર્ણ વિગતો…

KalTak24 News Team

Buying Land on the Moon/ સુરતમાં મામાએ જુડવા ભાણી માટે ચંદ્ર પર ખરીદી જમીન-જાણો કોને અને કેટલી લીધી ચંદ્ર પર જમીન?

Sanskar Sojitra
Advertisement