Gujarat Election 2022 : ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પક્ષપલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ટિકિટ માટે અનેક નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકા મારી રહ્યા છે. આ વચ્ચે સુરત(Surat)માં ભાજપ(BJP)ને મોટો ફટકો પડ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગઢમાં આમ આદમી પાર્ટી(AAP) એ ગાબડું પાડ્યું છે. સુરતના પૂર્વ ઉપપ્રમુખ પી.વી.એસ શર્મા (P.V.S Sharma) આપમાં જોડાયા છે.
ગુજરાત પ્રભારીએ પહેરાવી આપની ટોપી
સુરત શહેરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ કોર્પોરેટર, વોટર કમિટીના પૂર્વ અધ્યક્ષ પી.વી. શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પી.વી.એસ શર્મા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil) ની નજીક ગણાતા હતા. આપના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠકના હસ્તે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને પી.વી.એસ શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને સુરત શહેરના પૂર્વ નગરસેવક શ્રી પી.વી.એસ શર્માને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ! pic.twitter.com/7kKQLz1jXv
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 9, 2022
આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત શહેરના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી.એસ શર્મા અરવિંદ કેજરીવાલની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પી.વી.એસ શર્મા ભાજપના પૂર્વ કોર્પોરેટર, વોટર કમિટીના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત રાજ્યના એક્ઝીક્યુટીવ મેમ્બર, આર્ટસ અને કલ્ચરના નેશનલ એક્ઝીક્યુટીવ મેમ્બર પણ રહી ચૂક્યા છે.
પી.વી.શર્મા આપ માં જોડાયા બાદ શું કહયું ?
પી.વી.એસ શર્માના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, એમ ભાજપમાં આમ આદમી પાર્ટીના નામનો ડર વધુમાં વધુ ફેલાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલની જનતા માટે કામ કરવાની કામની રાજનીતિથી ગુજરાતના લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. ચારો તરફ બસ એક જ અવાજ આવી રહ્યો છે કે બસ હવે પરિવર્તન જોઈએ છીએ. 27 વર્ષના કુશાસનથી ગુજરાતની જનતા હવે કંટાળી ગઈ છે. એટલે પરિવર્તનને સાકાર કરવા માટે ગુજરાતના લોકો રોજે રોજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp