December 18, 2024
KalTak 24 News
Politics

અશોક ગેહલોત છોડશે રાજસ્થાનનું CM પદ? કોંગ્રેસ અધ્યક્ષ બનવા નોંધાવશે દાવેદારી

નવી દિલ્હી(New Delhi): કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની દાવેદારીને લઈને ઘણી અસમંજસ હતી. જેનો હવે અંત આવ્યો છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના છે. રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે તેઓ પ્રમુખ પદની રેસમાં નહીં હોય. તેથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવશે.

ગાંધી પરિવાર નહીં લડે અધ્યક્ષ ની ચૂંટણી 
કોંગ્રેસ(Congress) અધ્યક્ષની ચૂંટણી બાબતે અશોક ગેહલોતે કહ્યું, “મેં ઘણી વખત રાહુલ ગાંધી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ અધ્યક્ષ બને. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ આ જ ઠરાવ પસાર કર્યો છે. પરંતુ તેઓએ તેનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં. ગેહલોતે કહ્યું કે, હું કોંગ્રેસ(Congress) અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ તે નિશ્ચિત છે. હું ટૂંક સમયમાં જ નામાંકન ભરવાની તારીખ નક્કી કરીશ. તેમણે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા વિપક્ષને મજબૂત કરવાની જરૂર છે.

મનીષ તિવારી અને શશિ થરૂર પણ મેદાને
કોંગ્રેસ(Congress) પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના ઉત્તરાધિકારીની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં અશોક ગેહલોતે આજે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી બાબતે મહત્વની જાહેરાત કરી છે. અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે. આ સાથે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ તિવારી અને શશિ થરૂર પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન કરી શકે છે. કોંગ્રેસની તાજેતરની સત્તાવાર જાહેરાત મુજબ 17 ઓક્ટોબરના રોજ યોજાવાની છે અને મત ગણતરી પછી તરત જ 19 ઓક્ટોબરે પરિણામો જાહેર કરવામાં આવશે.

મુખ્યમંત્રી પદ માટે આપ્યો જવાબ
રાજસ્થાનના મુખ્યમંત્રી અંગે કહ્યું કે, જો હું અધ્યક્ષ બનું તો આ મામલે સોનિયા ગાંધી નિર્ણય કરશે. શું પ્રક્રિયા છે અને ક્યારે છે તે નક્કી કરે છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે જો અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બને તો રાજસ્થાનની કમાન પાયલોટને સોંપવામાં આવી શકે છે. જો અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બને છે તો સચિન પાયલોટ રાજસ્થાનના મુખ્યમંત્રી બની શકે છે.

કોંગ્રેસને 19 ઓક્ટોબરે મળશે નવા અધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ હવે જાહેરનામું બહાર પાડ્યા બાદ 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

રાજસ્થાન માટે આ છે પ્લાન?
અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા તૈયાર છે, પરંતુ રાજસ્થાનમાં સચિન પાયલટને તેમના રાજકીય અનુગામી તરીકે સ્વીકારવાના પક્ષમાં નથી. આ જ કારણ છે કે ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની સાથે મુખ્યમંત્રી પદ પર પણ ચાલુ રહેવા માંગે છે. ગેહલોતે તેમના તરફથી સ્પષ્ટતા કરી છે કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન થાય ત્યાં સુધી રાજસ્થાનમાં સત્તા સ્થાનાંતરિત કરવા માંગતા નથી. સચિન પાયલોટ હોય કે કોઈપણ ઉમેદવાર જેના નામ પર સર્વસંમતિ હોય. ચૂંટણીમાં ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બની શકે છે, પરંતુ તેઓ રાજસ્થાનમાં સત્તામાં રહેવા માંગે છે. ભલે તે પોતે મુખ્યમંત્રી રહે કે પછી એવા મુખ્યમંત્રી બને જે તેમને સ્વીકાર્ય હોય.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

સુરતમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓ સામે હુંકાર!; ‘આ એજ સમાજ છે જે રાજકીય રીતે ટોચ પર બેસાડવાની સાથે કેટલાકને નીચે પણ બેસાડી શકે’

KalTak24 News Team

વડોદરા/ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ,મોડી રાતે વિધાનસભા અધ્યક્ષને ઈમેઇલ કર્યો

KalTak24 News Team

પ્રથમ તબક્કાની 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો; જુઓ એ સંપૂર્ણ લિસ્ટ કે કોણ કોની સામે લડશે

Sanskar Sojitra
Advertisement