December 19, 2024
KalTak 24 News
Politics

આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ,જાણો કયાથી નોંધવામાં આવી ફરિયાદ ?

ગુજરાત(Gujarat): ગુજરાત માં જેમ જેમ ચૂંટણી(Election) નજીક આવી રહી છે તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થવા લાગી છે. દિવસને દિવસે રાજકીય માહોલમાં ગરમાવો આવી રહ્યો છે. તો સાથે હવે આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીમાં વધારો થવા લાગ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ વિરુદ્ધ વધુ એક ભાવનગર(Bhavanagar) માં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે .ગોપાલ ઇટાલિયા(Gopal Italia) વિરુદ્ધ આહીર સમાજના યુવાને ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાવી  હોવાનું સામે આવ્યું છે 

ગોપાલ ઇટાલીયા પર વધુ એક ફરિયાદ દાખલ :

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે કેજરીવાલના દ્વારકા પ્રવાસ દરમિયાન ગોપાલ ઇટાલીયા(Gopal Italia)એ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. ત્યારે આ નિવેદનને લઈને આહીર સમાજના યુવાને ફરિયાદ નોંધાવી છે. તેઓ કહ્યું કે, શ્રી કૃષ્ણને રાક્ષસો સાથે સરખાવીને ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મમલે  સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે.

કઈ કલમો અંતર્ગત નોંધાયો ગુનો:

ત્યારે આહિર સમાજના યુવાન અમિત આહિર(Amit Ahir) દ્વારા ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગત તારીખ 04/09/2022 ના રોજ મોડી રાત્રે ગોપાલ ઈટાલીયા(Gopal Italia) વિરુદ્ધ IPC 295A અને IPC 298ની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

અગાઉ સુરતમાં પણ થઈ હતી ફરિયાદ:

બે દિવસ પહેલા આપના નેતા ગોપાલ ઇટાલિયા(Gopal Italia) વિરુદ્ધ સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ઉચ્ચાયેલા શબ્દો અંગે ગોપાલ ઈટાલિયા(Gopal Italia) સામે ફરિયાદ દાખલ થઈ છે. એક નિવેદનમાં હર્ષ સંઘવીને ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ ડ્રગ્સ સંઘવી કહ્યા હતા. તેમજ ગોપાલ ઈટાલીયા(Gopal Italia)એ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ ‘બૂટલેગર’ તરીકે પણ સંબોધન કર્યું હતું. ત્યારે સોના-ચાંદીના વેપારી પ્રતાપભાઈ જીરાવાલાએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

AAP ના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર,આ યાદી માં કોના-કોના નામ છે સામેલ?

Sanskar Sojitra

CBI કરશે મનીષ સિસોદિયાની પૂછપરછ, ઘરની બહાર કલમ ​​144 લાગુ

KalTak24 News Team

BREAKING New Mayor: વડોદરા અને અમદાવાદના નવા મેયરના નામની જાહેરાત, જાણો નવા હોદ્દેદારોના નામ?

KalTak24 News Team
Advertisement