UPI ATM: ભારતમાં પહેલીવાર UPI એટીએમ લોન્ચ થયું છે. હિટાચી લિમિટેડની સહાયક કંપની હિટાચી પેમેન્ટ સર્વિસએ UPI ATM લોન્ચ કરી છે. આ સુવિધા દ્વારા હવે આપણે કોઈ ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ વગર યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.
આ એટીએમ યુજર્સને મલ્ટીપલ એકાઉન્ટથી યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા આપે છે
ભારતના લોકોને આ સુવિધા આપવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCI ના સહયોગથી UPI ATM નું વ્હાઈટ બેલેન્સ એટીએમ WLA ના સ્વરુપે લોન્ચ કરવામાં આવ્યું છે. આ એટીએમ યુજર્સને મલ્ટીપલ એકાઉન્ટથી યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા આપે છે.
ફ્રોડ રોકવામાં રહેશે મદદરુપ
આ એક નોન બેંકિંગ સંસ્થાઓની દ્વારા સંચાલિત છે. આ કોઈ એક નવો અનુભવ નથી કરાવતું પરંતુ બેકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પૈસા નિકાળવાની લિમિટ વધારવામાં આવી છે. આ સિવાય યુપીઆઈ એટીએમને કાર્ડ સ્કિમિંગ જેવા રુપિયાની છેતરપીંડી રોકવાની દિશામાં એક સકારાત્મક પગલું જોવા મળે છે.
🚨 ATM Cash Withdrawal using UPI
Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai
What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu
— Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023
કેવી રીતે કામ કરે છે આ UPI-ATM ?
એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે તે રકમ પસંદ કરો. પસંદ કરેલ રકમ સાથે સંકળાયેલ UPI QR કોડ પ્રદર્શિત થશે. તેને સ્કેન કરવા માટે તમારી UPI એપનો ઉપયોગ કરો. ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરવા માટે તમારો UPI PIN દાખલ કરો. તમારી રોકડ બહાર આવશે. જો તમારી પાસે તમારા સ્માર્ટફોનમાં UPI સક્ષમ એપ હોય તો તમે આ કરી શકો છો.
સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
- ATM મશીન પર UPI કાર્ડલેસ કેશ પસંદ કરો.
- 100, 500, 1000, 2000, 5000 જેવી રકમ પસંદ કરો.
- ATM પર QR કોડ દેખાશે. એપ્લિકેશનમાંથી સ્કેન કરો.
- UPI પિન દાખલ કરો. પછી પૈસા બહાર આવશે.
યુપીઆઈ એટીએમ કેવી રીતે કામ કરે છે
મુંબઈના ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં રવિસુતરંજની કુમાર દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમા યુપીઆઈ એટીએમને એક ટચ પેનલના રુપે જોઈ શકાય છે. જમણી બાજુ યુપીઆઈ કાર્ડલેસ કેશ પર ટૈપ કરવાથી એક વિન્ડો ઓપન થાય છે. જેમા કેશ રકમના વિકલ્પ આપવામાં આવેલો છે જેમા તમે 100, 500, 2000, 5000 રુપિયા જેવા વિવિધ રકમ માટે ઓપશન આપવામા આવેલા છે. તમારે જેટલી રકમ કાઢવાની હોય તે પસંદ કરી સ્ક્રીન પર ક્યુઆઈ કોડ આવે છે. તેને સ્ક્રેન કરવાથી તેમને બેંક એકાઉન્ટ પસંદ કરવા માટે અને કંફર્મ કરવા માટે કહેવામાં આવે છે. હવે કેશ કાઢવા માટે પુષ્ટી કરવાની રહેશે. જે બાદ એટીએમમાથી પૈસા લેવાના રહેશે.
ATM નામનું ‘મની સ્પોટ UPI ATM’
જાપાનની કંપની હિટાચીએ પણ આવું ATM બનાવ્યું છે. આ ATMને ‘મની સ્પોટ UPI ATM’ નામ આપવામાં આવ્યું છે. તે દેશભરમાં 3000થી વધુ સ્થળોએ ATM ધરાવે છે. હિટાચી પેમેન્ટ સર્વિસિસ એ એકમાત્ર વ્હાઇટ લેબલ એટીએમ (WLA) ઓપરેટર પણ છે, જે રોકડ ડિપોઝિટ કાર્ય પણ પ્રદાન કરે છે. એટીએમ મશીનો જેની માલિકી, જાળવણી અને સંચાલન નોન-બેંકિંગ સેવા પ્રદાતા પાસે રહે છે તેને WLAs કહેવામાં આવે છે.
ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન રૂ. 1 હજાર કરોડને પાર કરી ગયા
ઓગસ્ટ 2023માં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને 1,024 કરોડ થઈ ગઈ છે. જ્યારે ઓગસ્ટમાં કુલ વ્યવહારોનું મૂલ્ય એટલે કે ટ્રાન્ઝેક્શનની રકમ રૂ. 15.18 લાખ કરોડથી વધુ હતી. ઓગસ્ટ 2022માં UPI દ્વારા કુલ 658 કરોડ વ્યવહારો થયા હતા. આ વર્ષે જુલાઈમાં UPI દ્વારા કુલ ટ્રાન્ઝેક્શન રૂ. 996 કરોડ હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube