- ઓવરટેક કરવાની લ્હાયમાં વધુ એક ગંભીર અકસ્માત
- વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર અકસ્માત
- બસ ટ્રેલર સાથે અથડાતા 6નાં મોત, 17 લોકો ઇજાગ્રસ્ત
ગુજરાત (Gujarat): વડોદરા (Vadodara) પાસે પસાર થતાં નેશનલ હાઇવે પર કપુરાઇ બ્રિજ(Kapurai Chowk) પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કપુરાઇ બ્રિજ પાસે લક્ઝરી બસ ટ્રેલર સાથે અથડાતા 6 વ્યક્તિના મોત(6 people died) થયા હતા જ્યારે 17 ને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને બચાવ અને રાહત કાર્ય શરુ કર્યું હતું.
લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
વડોદરાના નેશનલ હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીક સોમવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના ભીલવાડાથી મુંબઇ તરફ જતી લક્ઝરી બસનો ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6ના મોત થયા હતા, જ્યારે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ખાનગી બસે વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં ઘંઉ ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથાડી હતી. જેના કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જોકે, કપૂરાઇ ચોકડી પાસેના હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ કરતા પણ આ અંગે કોઇ એક્શન લેવામાં આવતી નથી.
ઇજાગ્રસ્તોને બસના પતરા કાપીને બહાર કઢાયા
જોકે આ અકસ્માત બાદ ટ્રેલરચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ ટ્રેલરમાં ઘઉં ભર્યા હતા. હાલમાં આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ થઇ છે. આ અકસ્માતમાં બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે તેના પરથી જ ખ્યાલ આવી જશે કે બસ કેટલી સ્પીડમાં હશે અને તે ટ્રક સાથે પણ કેવી ધડાકાભેર અથડાઇ હશે. જેના કારણે બસનો કુચડો બોલી ગયો હતો.
ઓવરટેક કરવાની લ્હાયમાં મુસાફરોએ જીવ ખોવવાનો વારો આવ્યો
તમને જણાવી દઇએ કે, આ અકસ્માત વહેલી સવારે થયો છે. ઓવરટેક કરવાની લ્હાયમાં મુસાફરોએ જીવ ખોવવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરની એક ભૂલના કારણે ડ્રાઇવર સહિત 4 લોકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો. જ્યારે 15 લોકો તો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ લક્ઝરી બસ રાજસ્થાન ભીલવાડથી મુંબઈ જઇ રહી હતી ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને RTO વિભાગના નિયમો જાણે નેવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડના કારણે તો ક્યાંય વાહનની ટેકનીકલ ખામીના કારણે દર્દનાક અકસ્માત સર્જાય છે.
મૃતકો ના નામ
- સંદિપ કચોરિલાલ કલાલ
- કિસાન ભાઈ
- શાંતિ નાઈ
- સુનિતા નાઈ
- એક 25 વર્ષીય મહિલા જેની ઓળખ બાકી
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp