HEALTH: ભારતમાં દેશી ચણા ખાવાના શોખીન લોકો ખૂબ જ છે, સામાન્ય રીતે આને પલાળીને અથવા તેલ અને મસાલામાં ફ્રાય કરીને રાંધવામાં આવે છે. તેનો દાળ અને બેસન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. દેશી ચણામાં ખૂબ જ પોષક તત્વો હોય છે તેની સૌ કોઈને જાણ છે તેથી આ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આને ખાવાની ઘણી રીત છે પરંતુ જો તમે દિવસમાં એક વખત પણ આને પાણીમાં બાફીને ખાશો તો આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હશે. કાળા ચણાને ન્યૂટ્રિએન્ટ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. આમાં પ્રોટીનનું પ્રમાણ અન્ય દાળની સરખામણીએ ખૂબ વધુ હોય છે. આ ડાયટરી ફાઈબરનો પણ રિચ સોર્સ છે.
બાફેલા ચણા ખાવાના ફાયદા
1. પાચનશક્તિ મજબૂત રહે છે
બાફેલા ચણામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે જેનાથી પાચનની સમસ્યા રહેતી નથી. આ કબજિયાત, ગેસ સહિત પેટની ઘણી તકલીફમાં રાહત આપવાનું કામ કરે છે.
2. શરીરને એનર્જી મળશે
બાફેલા ચણા ખાવાથી શરીરને એનર્જી મળે છે, તેથી મોટાભાગના એક્સપર્ટ આને સવારના સમયે ખાવાની સલાહ આપે છે કારણ કે આખો દિવસ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે.
3. વજન ઘટશે
બાફેલા ચણાને દિવસમાં એક વખત ખાવામાં આવે તો પેટ ભરેલુ રહેવાનો અનુભવ થશે અને વધુ ભોજનની જરૂર પડશે નહીં. થોડા દિવસ સુધી આવુ કરશો તો વજન ઘટવા લાગશે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ