December 19, 2024
KalTak 24 News
International

આજથી “પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ”નો થશે પ્રારંભ,સતત એક મહિના સુધી સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે- મહંત સ્વામી મહારાજ અને PM મોદી કરશે ઉદ્ઘાટન

psm100
  • આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો થશે પ્રારંભ
  • ભારત અને વિદેશોમાંથી લાખો ભક્તો મહોત્સવમાં આવશે
  • 600 એકરમાં વિકસાવવામાં આવ્યું છે પ્રમુખસ્વામી મહારાજ નગર
  • પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી હજાર સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે
  • વિવિધ કાર્યક્રમોથી 30 દિવસ સુધી સભામંડપો ગુંજતા રહેશે

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદ(Ahmedabad)ના ઓગણજ ખાતે શુભારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road)ના કિનારે 600 એકર જમીન પર એક ભવ્ય સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ(Mahantaswami Maharaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.

મહત્વનું છે કે, 14 ડિસેમ્બરના રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થવા જઈ રહ્યું છે. સાથે જ નારી ઉત્કર્ષ મંડપમમાં રોજ બપોરે 2.30 થી 4.30 દરમ્યાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો દ્વારા પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપવામાં આવશે. ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની હાજરીમાં હજારો લોકોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે.

PM મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોતક વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.

ઘર બેઠા પણ જોઈ શકશો લાઈવ ઉદઘાટન:
આ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનના ઉદઘાટનને તમે ઘર બેઠા જ જોઈ શકશો. સાંજના 5 વાગ્યાથી https://youtu.be/_YoyCR4WjLM આ લીંકના માધ્યમથી તમે ઘર બેઠા જ જોઈ શકશો.

દરેકને મળશે નિઃશુલ્ક પ્રવેશ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સમય અને ફી વિશે વાત કરીએ તો આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.

ક્યારથી કાર્યક્રમો શરૂ થશે?
પ્રમુખસ્વામી નગરમાં બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીમાં વિવિધા કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાશે. જ્યારે રવિવારે દિવસભર કોઈપણ સમયે મહોત્વસમાં જઈ શકાશે. મહોત્સવમાં તમામ દિવસે એન્ટ્રી ફ્રી રહેશે અને તેના માટે કોઈ રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી. જેમાં કલ્ચરલ ગેટ્સ, પ્રમુખસ્વામી મહારાજની મહામૂર્તિ, નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની રેપ્લિકા, સોવેનિયર શોપ, ચિલ્ડ્રન્સ એડવેન્ચર, એક્ઝિબિશન પેવેલિયન, કલ્ચરલ ઈવનિંગ પ્રોગ્રામ, સહજાનંદ જ્યોતિ ઉદ્યાન તથા પ્રેમવતી ફૂડ કોર્ટ રહેશે.

ઊભા કરવામાં આવ્યા છે 7 પ્રવેશ દ્વાર
સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે ઉભા કરવામાં આવેલા સ્વામિનારાયણનગરમાં બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવી રચનાઓ કરવામાં આવશે. પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશ માટે સાત દ્વાર છે, જેમાં મુખ્ય દ્વાર VVIP માટે છે, જ્યારે બાકીના 6 દ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. જેમાં ભાડજ સર્કલથી આવનારા મુલાકાતીઓ ગેટ નંબર 2,3 અને 4થી પ્રવેશ કરી શકશે, જ્યારે ઓગણજ સર્કલથી આવતા લોકો ગેટ નં.5,6 અને 7થી પ્રવેશ કરી શકશે. આ તમામ દ્વારમાં પ્રવેશતા જ મુલાકાતીઓ માટે વોશરૂમ તથા નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ત્રણ હેલિકોપ્ટરથી કરવામાં આવશે પુષ્પવર્ષા
મહત્વનું છે કે, 600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારના રોજ ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરી દેવામાં આવ્યાં છે. આ સાથે આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.

ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે.

પાર્કિંગની કરાઈ છે અદભૂત વ્યવસ્થા
600 એકરમાં ફેલાયેલા સ્વામિનારાયણ નગરમાં સૌથી પહેલો સવાલ પાર્કિંગનો છે. આ માટે Psm100 નામની એપ બનાવાઈ છે. તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં એક QR કોડ સ્કેન કરીને પાર્કિંગની જગ્યા ખબર પડશે, સાથે સાથે જ મહોત્સવના આકર્ષણો જોવા પણ ક્યાં જવું તેની માહિતી પણ આ એપમાં મળશે. આ એપ્લિકેશન ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે. એવામાં બહાર ગામથી આવનારા લોકો માટે આ ખાસ સુવિધા યુક્ત બનશે.

હરિભક્તોના રહેવાની પણ કરાઇ છે વ્યવસ્થા
પ્રમુખસ્વામી નગરમાં હરિભક્તોના રહેવા માટે બિલ્ડરો તરફથી પણ મકાનો આપીને સેવા કરી છે. બહારગામથી આવતા હરિભક્તોને આ મકાનોમાં 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. આ માટે નોંધણી ફરજિયાત છે.

20 હજાર રૂમનું થઇ ચુક્યું છે એડવાન્સ બુકિંગ
પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે. જેને લઈ અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને અને ફોર સ્ટાર હોટેલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ચુક્યા છે એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે. ફાઇવ સ્ટાર હોટેલોમાં પહેલી વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં તેમના માટે હોટેલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

 

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related posts

નોબેલ પુરસ્કારનું એલાન,અમેરિકાના આ બે વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસીનનો નોબેલ પુરસ્કાર;માઈક્રો RNAની કરી શોધ

KalTak24 News Team

ચિંતા માં વધારો: મંકી પોક્સના કેસમાં રેકોર્ડબ્રેક વધારો,WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક

KalTak24 News Team

New Zealandના સૌથી યુવા સાંસદે સંસદમાં આપ્યું એવું જોરદાર ભાષણ કે આખી સંસદ હચમચી ગઈ,તમે પણ જુઓ Viral Video

KalTak24 News Team
Advertisement