December 19, 2024
KalTak 24 News
International

WTO મંજૂરી આપે, તો ભારત તેના ભંડારમાંથી વિશ્વને ખાદ્યપદાર્થો સપ્લાય કરવા તૈયાર છેઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, “દુનિયા આજે અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરી રહી છે કારણ કે જે ઈચ્છે છે તે નથી મળી રહ્યું. તમામ દરવાજા બંધ થઈ જતા પેટ્રોલ, તેલ, ખાતરની ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે. આ (રશિયા-યુક્રેન) યુદ્ધ પછી, દરેક વ્યક્તિ તેમના અનામતને સુરક્ષિત રાખવા માંગે છે.
બિડેન સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની તેમની વાતચીત દરમિયાન તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) મંજૂરી આપે તો ભારત તેના ભંડારમાંથી વિશ્વને ખાદ્ય પદાર્થોનો સપ્લાય કરી શકે છે.
અડાલજમાં શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન અને જન સહાયક ટ્રસ્ટના હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન કર્યા બાદ વિડીયો કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે યુદ્ધ (રશિયા-યુક્રેન)ના કારણે દેશના વિવિધ ભાગોમાં ખાદ્યપદાર્થોનો જથ્થો ખૂટવા લાગ્યો છે. દુનિયા આજે અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરી રહી છે. કારણ કે જે ઈચ્છે છે તે નથી મળી રહ્યું. તમામ દરવાજા બંધ થઈ જતા પેટ્રોલ, તેલ, ખાતરની ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે. આ યુદ્ધ પછી, દરેક વ્યક્તિ તેમના અનાજનો જથ્થો સુરક્ષિત રાખવા માંગે છે એટલે કે સ્ટોક કરવા લાગ્યા છે.
WTO હા કહે તો કાલથી જ જથ્થો આપીશું
દુનિયા હવે એક નવા સંકટનો સામનો કરી રહી છે. વિશ્વનો ખાદ્યપદાર્થોનો ભંડાર ખતમ થઈ રહ્યો છે. હું અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો હતો. તેમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મેં સૂચન કર્યું કે જો WTO પરવાનગી આપે તો ભારત આવતીકાલથી જ વિશ્વને ખાદ્ય પદાર્થોનો પુરવઠો આપવા તૈયાર છે.
ખેડૂતો સક્ષમ છે
આપણી પાસે પહેલાથી જ આપણા લોકો માટે પુરતા ભોજનની વ્યવસ્થા છે, પણ આપણા ખેડૂતો પાસે દુનિયાને ખવડાવવા માટે પણ વ્યવસ્થા છે. જો કે, આપણે દુનિયાના કાયદા અનુસાર કામ કરવાનું છે. એટલા માટે મને નથી ખબર કે, વિશ્વા વેપાર સંગઠન ક્યારે મંજૂરી આપશે, જેથી આપણે દુનિયાને ભોજનની સપ્લાઈ કરી શકીએ.

Related posts

YouTube પર ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગે તોડ્યા તમામ રેકોર્ડ,વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી બની લાઈવ સ્ટ્રીમિંગ ઈવેન્ટ

KalTak24 News Team

British PM Rishi Sunak: UKની ચૂંટણી પહેલા બ્રિટિશ PM ઋષિ સુનક પત્ની સાથે લંડનના સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત,કહ્યું- મને હિન્દુ ધર્મમાંથી પ્રેરણા મળી રહી છે

KalTak24 News Team

PM મોદી અમેરિકાના પ્રવાસે રવાના થયા, ક્વાડ સમિટમાં લેશે ભાગ;આ મહત્વની બાબતો પર થશે ચર્ચા

KalTak24 News Team
Advertisement