December 18, 2024
KalTak 24 News
Gujarat

વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં પ્રતિબંધિત ઇ-સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો વીડિયો વાઇરલ

વડોદરા(Vadodara) : આ વર્ષે વડોદરામાં નવરાત્રિની શરૂઆત વિવાદોથી થઈ રહી છે. વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો સામે આવ્યા છે.શહેરના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ ગરબાએ ગરબા રમતાં સિગારેટના ધુમાડા કાઢતી યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફેલાતા આ વીડિયોએ શહેરમાં ચર્ચા જગાવી છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રિ પર્વમાં માતાજીના ચાચરચોકમાં ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વીડિયોએ શહેરના નાગરિકોની ધાર્મિક ભાવનાને પણ ચર્ચાની એરણે મૂકી છે. ત્યારે બીજી તરફ શહેર પોલીસ દ્વારા શી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. હવેથી આવાં તત્ત્વો સામે શી ટીમ પણ કાર્યવાહી કરવાની છે.

કલાલી ખાતે યુનાઇટેડ વેના ગરબામાં આ કૃત્ય થતો વિડીયો ચર્ચાનો વિષય છે. સંસ્કારી નગરી વડોદરાને લજવતો આ વીડિયો છે. જેમાં નવરાત્રિના ગરબામાં ગરબે ઘૂમતી યુવતીએ પ્રતિબંધિત ઈ-સિગારેટ પીધી હતી. ચાલુ ગરબામાં યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા કર્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. અન્ય ખેલૈયાઓએ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.

 

શેર કરવાનું કારણ જણાવ્યું
સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો મુકનારે જણાવ્યું હતું કે, આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય, તેનો વિરોધ કરી આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.

આવાં તત્ત્વો પર કાર્યવાહી થશે
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે આવો વીડિયો વાઇરલ થયો હોય તો ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે.

જ્યારે યુનાઇટેડ વેના આયોજક હેમંતશાહે જણાવ્યું હતું કે અમે સિક્યોરિટીને સૂચના આપીશું. આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢે. આવા લોકો મળશે તો કાર્યવાહી થશે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

VIDEO/ ભોલેનાથના ત્રિશૂળ પર વીજળી પડી! તમે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જ જોયું હશે,આજે જ સાક્ષાત દર્શન કરો,જુઓ વાયરલ વિડિયો

Sanskar Sojitra

અમદાવાદ/ ગુજરાતી મીડિયા જગતમાં ટીવી ચેનલ “ન્યુઝ કેપિટલ” ની શરૂઆત,વાંચો સમગ્ર વિગતો..

Sanskar Sojitra

Navratri 2023: ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર,રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબા,ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસવડાને આપી મૌખિક સૂચના

KalTak24 News Team
Advertisement