સુરત(Surat) : હાલ લગ્ન(Marriage)ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આ સિઝનમાં અવનવી કંકોત્રી(Kankotri) બનાવવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેવામાં સુરત(Surat)ના એક કપલે(Couple) અનોખી પહેલ હાથ ધરી છે. તેમણે પોતાની કંકોત્રીને કોઈ મોંઘી કે ટ્રેડિશનલ લૂક આપ્યા વગર તેમાં દેશના સ્વતંત્ર સેનાનીની તસવીરો લગાવી છે. આ કંકોત્રીમાં આમંત્રીત મહેમાનોને દેશભક્તિ(Deshbhakti)ની ભાવના જોવા મળશે.
કરણ ચાવડા(Karan Chavada) અને શિવાંગી(Shivangi) ના 8 ડિસેમ્બરે લગ્ન થવાના છે. તેમણે વિચાર્યું કે આપણે મોંઘીદાટ કંકોત્રી બનાવ્યા વગર કંકોત્રી જોઈ કોઈ દેશભક્તિથી પ્રેરિત થાય તેવું કંઈક કરીએ અને તેમણે પોતાની કંકોત્રીમાં સ્વતંત્ર સેનાનીના ફોટો લગાવવાનું નક્કી કર્યું હતું. તેમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mahotsav)ની પણ ઝલક બતાવી છે.
કરણ ચાવડા અને શિવાંગીના 8 ડિસેમ્બરે લગ્ન થવાના છે. તેમણે વિચાર્યું કે આપણે મોંઘીદાટ કંકોત્રી બનાવ્યા વગર કંકોત્રી જોઈ કોઈ દેશભક્તિથી પ્રેરિત થાય તેવું કઈંક કરીએ અને તેમણે પોતાની કંકોત્રીમાં સ્વતંત્ર સેનાનીના ફોટો લગાવવાનું નક્કી કર્યું હતું. તેમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવની પણ ઝલક બતાવી છે.
ખરેખર તો આ લોકો સાક્ષાત ભગવાન છે: કરણ ચાવડા
દુલ્હા કરણ ચાવડાએ કહ્યું હતું કે ભગવાનના ફોટા તો સૌ કોઈ લગ્ન કંકોત્રી પર લગાવે છે પરંતુ સાચા ભગવાન તો આપણાં સ્વતંત્ર સેનાનીઓ છે અને અમે તેમના જ ફોટા લગાવવાનું નક્કી કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે.
પ્રિવેડિંગના ખર્ચે આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું
યુગલે વધુમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના લગ્ન માટે પ્રિવેડિંગ કરાવ્યું નથી. પ્રિવેડિંગના પૈસાથી અમે આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું હતું.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp