December 18, 2024
KalTak 24 News
Gujarat

GSEB HSC Result 2023: ધોરણ 12નું આવતીકાલે જાહેર થશે પરિણામ, જાણો કેવી રીતે ચેક કરશો પરિણામ

GSEB HSC Result 2023 Date: ગુજરાત ધોરણ 12 સામાન્ય પ્રવાહ (Class 12 Result Date)ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB HSC Result) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આવતીકાલે એટલે કે 31 તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Result 2023 Date) જાહેર થશે.

31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે 31 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે.

વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp no. 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.

SMSથી પણ જાણી શકાશે પરિણામ

આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSCરોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

GSEB HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

  • સ્ટેપ-1- રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  • સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  • સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

 

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 લોકોના કરુણ મોત

KalTak24 News Team

એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

KalTak24 News Team

Surat/ ગરબા રમતા સમયે જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક જ મેડિકલ હેલ્પ લો,શું કહ્યું ડોક્ટરે જાણો વધુ વિગતો?

KalTak24 News Team
Advertisement