- એક વહુ ની જેમ નઈ, એમની દીકરી ની જેમ સાર સંભાળ રાખવાનું મારા સસરા નરેશભાઈ પટેલ ક્યારેય ચુક્યા નથી,-આ શબ્દ છે પુત્રવધુ ચાર્વી પટેલ ના.
રાજકોટ :- સમગ્ર ગુજરાત આજે જયારે નરેશભાઈ પટેલ ના જન્મોત્સવ ને નરેશોત્સવ તરીકે ઉજવી રહ્યું છે, અઢળક સેવાકીય કાર્ય જયારે આજના દિને નરેશભાઈ ના જન્મદિને થઇ રહ્યા છે, કુલ ૫૮ જગ્યાએ ચાલતા આ સેવાયજ્ઞ જેમના આભારી છે એવું વ્યક્તિત્વ એટલે નરેશભાઈ પટેલ નું વ્યક્તિત્વ, સમાજ ના મોભી અને સમાજસેવક તરીકે આપ સર્વે એ નરેશભાઈ ને જોયા છે આજે એમના જન્મદિને જોઈએ એક પરિવાર ના મોભી તરીકે એમનો પ્રેમ કેવો રહ્યો છે એમના પરિવારજનો માટે, નરેશભાઈ ના પુત્ર શિવરાજ પટેલ ની પત્ની ચાર્વી પટેલ એ વ્યક્ત કરી સસરા નરેશભાઈ પ્રત્યે ની લાગણી.શું કહ્યું આવો જાણીએ
ચાર્વી એ કહ્યું કે હું નસીબદાર છુ કે મને આ ઘર ની અંદર એક વહુ તરીકે આવી, આમ તો એક વહુ તરીકે આવી પણ મને ક્યારેય એમ નથી લાગ્યું કે હું મારા માતા પિતા ને છોડી એક પારકા ઘરે આવી નરેશભાઈ પટેલ એ મને એક દીકરી તરીકે સ્વીકારી છે, એક દીકરી ની જેમ પિતા નરેશભાઈ એ મને તમામ ફ્રીડમ આપી, જ્યાં ફરવું હોઈ જેમ કરવું હોઈ એમ કરવા માટે તમામ સ્વતંત્રતા એક પિતા જ આપી શકે જયારે એ તમામ સ્વતંત્રતા એક સસરા એ મને આપી એ શબ્દ માં વર્ણવું મુશ્કેલ છે, મને દીકરી ની જેમ ઘણું બધું એમને શીખવ્યું, ચાર્વી એ કહ્યું મારા સાસું શાલીનીબેન અને સસરા નરેશભાઈ એ મને ખુબ સપોર્ટ કર્યો છે, ક્યારેય ખોટ વર્તાવવા નથી દીધી કે હું કોઈ પારકા ઘરે આવી છુ, મને બરોબર યાદ છે જયારે હું લગ્ન બાદ નવી નવી આવી ત્યારે દરોરોજ સવારે નરેશભાઈ મને પૂછે “બેટા , મજામાં છો ને, દીકરી તને કઈ પણ ઘટતું હોઈ તો મને કેજે” આ શબ્દ એક બાપ દીકરી ને કહેતા હોઈ એવું ઘણી વાર બન્યું હોઈ ,પંરતુ એક સસરા એમની પુત્રવધુ ને આટલી સારસંભાળ રાખતા હોઈ તેવું નરેશભાઈ પટેલ જેવા ઉચ્ચ વિચાર ના દીર્ઘ દ્રષ્ટા જ વિચારી શકે, ચાર્વી એ કહ્યું કે મારી પ્રેગ્નેસી ના સમય માં શિવરાજ જેટલી સાર સંભાળ રાખે તે જ રીતે મારા સાસુ શાલીનીબેન પણ એટલી જ સંભાળ રાખે, નરેશભાઈ દરોરોજ શિવરાજ ને કહે બેટા “ચાર્વી ને જ્યાં ફરવું હોઈ ત્યાં લઇ જજે, એમને કઈ તકલીફ તો નથી ને, શાલીની તું એમની બરોબર કેર કરશ ને ? ” આટલા આટલા પ્રવાસ હોઈ, સમાજ ના સેવાકીય કાર્ય માં પણ પરિવાર માટે દરોરોજ આવું પૂછે તો કઈ દીકરી ને એમના બાપ ની ખોટ વર્તાઈ, મારા સસરા માં જ મને પિતા ના દર્શન થાઈ છે.
ચાર્વી એ કહ્યું કે મને અને શિવરાજ ને જયારે નરેશભાઈ એ કોઈ કામ કે કાર્ય સોપ્યું હોઈ ત્યારે મારા અને શિવરાજ પર એમને સંપૂર્ણ ભરોષો અને વિશ્વાસ હોઈ કે તે બંને આ કાર્ય સમ્પન કરશે જ, એમને ક્યારે એક કાર્ય સોપ્યા પછી શંકા નથી કરી કે આ કાર્ય પૂર્ણ કરી શકશે કે નહિ, ચાર્વી એ એમની દીકરી મિશ્કા માટે કહ્યું કે મારી દીકરી નું સૌથી કોઈ લાડકું વ્યક્તિત્વ હોઈ તો એ છે મારા સસરા નરેશભાઈ, દિવસ ના દાદા – દીકરી એક વાર મળે નહિ તો બંને ને જાણે ચેન ના પડતું હોય એટલો લગાવ બંને નો છે, અરે આમ તો મારા અને શિવરાજ પર નરેશભાઈ ક્યારેય ગુસ્સે ના થાઈ પણ જયારે મિશ્કા ને હેરાન કરી તો નરેશભાઈ ગુસ્સે થઇ જાય , ચાર્વીને સિંગાપુર ફરવું પસંદ છે ત્યારે એ સિંગાપુર એમના સસરા નરેશભાઈ અને સાસુમાં શાલીનીબેન તથા એમના પતિ શિવરાજ અને દીકરી મિશ્કા જોડે જશે અને ખુબ બધી યાદો લઇ ને ઇન્ડિયા પરત આવશે તેમ પણ એમને આ તકે કહ્યું હતું, ચાર્વી ના હાથ ની રસોઈ એમાં પણ સાઉથ ઇન્ડિયન એમના હાથે બનાવેલું જમવું નરેશભાઈ ને આપી પ્રિય છે, ચાર્વી એ કહ્યું આ નરેશભાઈ પટેલ ની ફેમીલી માંથી સીખવા ઘણું બધું મળ્યું એમને ક્યારેય અમને નાના પણ નથી રાખ્યા કે મોટા હોઈ ને મોટા ની જેમ ખોટી મોટપ ના બતાવવી એવું ઘણી વાર અમને શીખવ્યું છે, શ્રાવણ’ માસ માં નરેશભાઈ દરોરોજ શિવજી યજ્ઞ કરે છે ત્યારે મારો સમગ્ર પરિવાર શિવમય બને છે, અને અમને પરિવાર ભાવના સાથે ભક્તિભાવના ના પાઠ પણ શીખવે છે, નરેશભાઈ ના પરિવાર ના દીકરી અને દીકરા ના નામ પણ ભગવાન ના નામ થી જ હોઈ છે, શિવરાજ ની દીકરી “મિશ્કા” નો અર્થ પણ થાઈ છે “ભગવાન ની ગીફ્ટ” ત્યારે ખરા અર્થ માં મિશ્કા પણ ભાગ્યશાળી છે કે નરેશભાઈ જેવા વ્યક્તિત્વ ના ઘરે તેમનું આગમન થયું, નરેશભાઈ ના પરિવાર માં જાણે આજ એમના જન્મદિને સેવા નો અવસર હોઈ છે ત્યારે એમના દીકરી ના દીકરી અને દીકરા એ તથા શિવરાજ ના દીકરી એ સ્કુલ માં પણ રજા રાખી છે, ને દાદા ના જન્મદિને સેવા ના પાઠ તેઓ નાની ઉમેરે જ સીખી રહ્યા છે.
અહેવાલ : હાર્દિક જે સોરઠીયા – (ખોડલધામ)
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ