Rajkot: જસદણમાં રહેતી એક યુવતી જુલાઇ મહિનામાં કોઇને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી આથી યુવતીના પિતાએ લાપતા થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ કરતા યુવતી તેના પ્રેમી સાથે લગ્ન કરીને સિંગાપોરમાં રહેતી હોવાનું અને બે વર્ષ સુધી ત્યાંજ રહેશે તે અંગે જાણવા મળતા યુવતીના પિતાને સમગ્ર માહિતીથી વાકેફ કરાવવામાં આવ્યા હતા અને યુવતી સાથે તેના પિતાની વાત કરાવવામાં આવી હતી. લાપતા યુવતી હેમખેમ હોવાની જાણ થતાં પિતાએ હાશકારો અનુભવ્યો હતો.ગ્રામ્ય SOG દ્વારા યુવતીને તેના વડીલો સાથે વાતચીત કરાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસે સંપર્ક કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણની એક યુવતી ગત જુલાઈ મહિનામાં અચાનક ઘરેથી ગુમ થઈ હતી. જેના બાદ તેના માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તે ગુમ થઈ છે. ત્યારે જસદણ પોલીસે યુવતીને શોધવા માટે આકાશપાતાળ એક કર્યા હતા. પાંચ મહિનાથી યુવતીની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે આખરે ડિસેમ્બર મહિનામાં યુવતીનો પત્તો લાગ્યો હતો. આખા ભારતમાં શોધખોળ ચલાવતી પોલીસને જસદણની ગુમ યુવતી આખરે સિંગાપોરમાંથી મળી આવી હતી.
તેણે પોલીસને જણાવ્યું કે, તેણે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ગામના નિહાર વેંકરીયા સાથે પ્રેમ લગ્ન કર્યાં છે. યુવતીએ આ માટે પહેલેથી પ્લાનિંગ કર્યું હતું. તેણે અગાઉથી પાસપોર્ટ તેમજ એજ્યુકેશન વિઝા લઈને રાખ્યા હતા. યુવતી નો પતિ નિહાર સિંગાપોરના કેફેમાં મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગતો હતો. તેથી તેણે ઈરાદાપૂર્વક બધુ પ્લાનિંગ કર્યુ હતું.
યુવતીની ભાળ મળતા જ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા યુવતી અને તેના પરિવારજનો વચ્ચે વીડિયો કોલ એરેન્જ કરાવ્યો હતો. આ વીડિયો કોલમાં યુવતીએ આગામી બે વર્ષ સુધી સિંગાપોર ખાતે રહેવાની હોવાનું જણાવ્યું હતું. તેણે પિતાને કહ્યું કે, અમે જાતે લગ્ન કર્યા હતા અને અમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ છે. અમે સિંગાપોરમાં રાજીખુશીથી રહીએ છીએ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.