વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ગુજરાત પ્રવાસ (Gujarat Visit)નો આજે બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રીનો શુક્રવારનો દિવસ પણ ભરચક કાર્યક્રમોથી વ્યસ્ત છે. તેઓ અમદાવાદ અને બનાસકાંઠામાં અનેક નવા પ્રોજેક્ટોનો શુભારંભ કરાવશે અને જાહેરસભાઓને પણ સંબોધન કરશે.
વડાપ્રધાને ટ્રેનની મુસાફરી કરી.
વડાપ્રધાનશ્રીએ ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષ અને અધિકારીઓ સાથે ટ્રેનની મુસાફરી કરી હતી. ટ્રેનમાં તેમણે અધિકારીઓ અને સ્ટાફ સાથે તસવીરો પણ ખેંચાવી હતી અને ટ્રેન વિશે માહિતી મેળવી હતી.
Gujarat | Prime Minister Narendra Modi flags off the Gandhinagar-Mumbai Central Vande Bharat Express train at Gandhinagar pic.twitter.com/QwnmLvYmfE
— ANI (@ANI) September 30, 2022
ગુજરાતને આપી વંદે ભારત ટ્રેનની ભેટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત પ્રવાસ (Gujarat Visit)ના બીજા દિવસે શુક્રવારે સવારે 10 વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી.
વડાપ્રધાને ટ્રેન વિશે માહિતી મેળવી
તેમણે ટ્રેન વિશે સમગ્ર માહિતી પણ અધિકારીઓ સાથે મેળવી હતી. હવે તેઓ ગાંધીનગરથી કાલુપુર સુધી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેન અત્યાધુનિક,સ્વદેશી,સેમી હાઈસ્પીડ ટ્રેન છે. ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઇ 6 કલાકમાં પહોંચી શકાશે. PM મોદીની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષ પણ છે.
શતાબ્દીનું 700, વંદે ભારતનું 950 રૂપિયા ભાડું
મુંબઈથી ઉપડતી શતાબ્દી ટ્રેનનું સુરત સુધીનું ભાડું 700 રૂપિયા છે. જ્યારે વંદે ભારત ટ્રેનનું અંદાજિત 950 રૂપિયા રાખવામાં આવ્યું છે. પરંતુ મુસાફરોને સવારે મુંબઈથી સુરત આવવા માટે બીજો વિકલ્પ મળી રહેશે.
દેશની ત્રીજી સેમી હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેન
દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી, 2019 ના રોજ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન દેશમાં જ વિકસીત કરવામાં આવી છે. ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે. વધુમાં વંદે ભારત ટ્રેન આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ જાય છે.
આજના કાર્યક્રમો
- સવારે 10.30 કલાકે ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન
- 11.30 કલાકે અમદાવાદ મેટ્રો ટ્રેનનું કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન
- 12 કલાકે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીથી મેટ્રો પોરોજેક્ટ ફેઝ -1 નું ઉદ્ઘાટન
- સાંજે 5.45એ 7200 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત અંબાજીથી કરવામાં આવશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે અંબાજીના દર્શન કરશે
- વડાપ્રધાન મોદી ગબ્બર તીર્થ ખાતે મહાઆરતી કરશે
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp