સુરત(Surat): સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani ) લોકોના પ્રશ્નને લઈ તંત્ર પર અનેક વખત સવાલો ઉઠાવતા આવ્યા છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના ભાજપ પક્ષના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. કુમાર કાનાણીએ વરાછા મેઈન રોડ ચીકુવાડી ખાતે બની રહેલા બ્રિજ બાબતે પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ નાના વરાછા અને મોટા વરાછા ને જોડતા બ્રિજની કામગીરી બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે.
ધારાસભ્ય કુમાર કાનાણી લોકોના પ્રશ્ને સરકારી તંત્ર સામે સવાલો ઉઠાવતા જરા પણ આચકાતા નથી. અનેક વખત તંત્ર સામે સવાલો ઊભા કર્યા છે. ત્યારે હવે વરાછા મેઈન રોડ ચીકુવાડી ખાતે બની રહેલા બ્રિજ મામલે પત્ર લખ્યો છે.બ્રિજની બનાવવાની સમય મર્યાદા ક્યારે પૂર્ણ થઈ તે બાબતે પ્રશ્નો પુછયા છે. આ સાથે હાલમાં વરાછા મેઇન રોડ ચીકુવાડી ખાતે ક્રોસિંગ બ્રિજની ચાલતી કામગીરીને લઈ ટ્રાફિક જામ થતો હોવાની લેટરમાં રજુઆત કરવામાં આવી છે.
જાણો શું લખ્યું છે પત્રમાં
કુમાર કાનાણીએ મ્યુ. કમિશનરને પત્ર લખી સવાલો કર્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, નાનાવરાછા અને મોટા વરાછાને જોડતા રીવરબ્રીજની કામગીરીની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ છે. ? કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે વધારાની સમયમર્યાદા માંગવામાં આવી હતી કે કેમ અને તેના શું કારણો આપવામાં આવેલા હતા. માંગેલ વધારાની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ ? મે તા. 03/1/2023 ના રોજ આ બાબતે વરાછા મેઈન રોડ પર ચીકુવાડી ખાતે તાપી પરના બ્રીજની વરાછા મેઈન રોડ પર ક્રોસિંગ માટે ઘણા સમયથી બ્રિજનું કામ ચાલે છે જેના લીધે વરાછા મેઈન રોડ પર ટ્રાફિકનું ભારણ ખુબ વધારે રહેતું હોય, જેના લીધે ચીકુવાડી ખાતે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
ધારાસભ્ય કુમારકાનાણીએ પત્રમાં લખ્યું છે કે,લોક આંદોલન થાય તે પહેલા આ બ્રીજનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા બાબતનો પત્ર લખેલ જેના અનુસંધાનમાં બ્રીજસેલ દ્વારા તા. 4/1/2023 ના રોજ જવાબ આપવામાં આવ્યો હતો કે સદર બ્રિજની કામગીરીનો આ અંતિમ તબક્કો હોય, આ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે. પરંતુ 6 માસ જેટલો સમય વીતીજવા છતાં આજદિન એક સાઈડની પણ બો-સ્ટ્રીંગ ગર્ડરની કામગીરી પૂર્ણ થયેલ નથી. અને ગોકળગતિએ ચાલતી કામગીરીને લીધે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો આ બ્રીજની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા મારી માંગણી છે.
ધારાસભ્યએ કર્યા પ્રશ્નો
નાના વરાછા અને મોટા વરાછાને જોડતા રિવરબ્રિજની કામગીરીની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ છે? કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે વધારાની સમયમર્યાદા માંવામાં આવી હતી કે કેમ અને તેના શું કારણો આપવામાં આવેલા હતા. માગેલ વધારાની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ?
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ