December 19, 2024
KalTak 24 News
Gujarat

સરથાણામાં એક વર્ષમાં 390 દીકરીઓ અને 23 સગીરાઓ એ વાલીની મરજી વિરૂદ્વ લગ્નની કરી અરજી

સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ૧૮ વર્ષ કરતાં મોટી ઉંમરની યુવતીઓ માતા- પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઇચ્છતી હોય તેવી ૩૯૦ ફરિયાદ મળી છે. તેમજ ૧૩ વર્ષ થી ૧૭ વર્ષ સુધીની માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતું હોય તેવી ૨૩ જેટલી ફરિયાદો મળી છે.

સમાજમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ સગીર દીકરીઓ અને યુવતીઓ દ્વારા લગ્ન કરવાનું ચલણ વધતું જાય છે. માત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં 390 દીકરીઓએ વાલીની મરજી વિરૂદ્વ લગ્ન કરવા માટે અરજી કરી હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. સગીર બાળકીઓએ 23 અરજી આપી હતી.

સુરત વરાછામાં મમતા પાર્ક સોસાયટીમાં યોજાયેલા કાર્યક્રમમાં સરથાણા પી.આઇ. એમ.કે. ગુર્જરે સંબોધન કરતાં કહ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ૧૮ વર્ષ કરતાં મોટી ઉંમરની યુવતીઓ માતા- પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઇચ્છતી હોય તેવી ૩૯૦ ફરિયાદ મળી છે. તેમજ ૧૩ વર્ષ થી ૧૭ વર્ષ સુધીની માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતું હોય તેવી ૨૩ જેટલી ફરિયાદો મળી છે. સગીરાઓ પણ યુવકો સાથે પોતાના માતા- પિતાની વિરોધમાં લગ્ન કરવા જ તૈયાર થઇ જતો હોય તો અનેક પ્રશ્નો સ્વભાવિક રીતે સમાજ માટે પણ ઉભા થઇ રહ્યા છે. અત્યારે જે અમે આંકડા આપ્યા છે તે તો માત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં છે. પરંતુ સુરતના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ કેટલા પ્રમાણમાં આવી ફરીયાદો નોંધાઇ હશે તે વિચારવા જેવી બાબત છે.જુઓ વિડિયો,

 

વધુમાં તેમણે જણાવ્યું કે, સંતાનોમાં સંસ્કારોનું સિંચન થાય એ જોવું માતા-પિતાની પ્રથમ જવાબદારી છે. પોતાના બાળકોની સાથે રહે છે તેમનો સમય કેવી રીતે પસાર કરે છે તેના ઉપર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. પ્રમુખસ્વામી મહારાજ અને પાંડુરંગ આઠવલે મહારાજ આપણને ઘરસભા કરવાનુ કહેતા હતા. આ ઘરસભા ફરીથી શરૂ કરવાની જરૃર છે. માતા-પિતાઓએ પોતાના પરિવારના બાળકોને મિત્ર બનાવવા જોઇએ. જેથી કરીને તેઓ સમગ્ર દિનચર્યા પોતાના પરિવાર અને માતા પિતા સાથે વાત કરી શકે. એવા અનેક કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક લાગે છે. સૌથી વધુ મોબાઇલનો જે ક્રેઝ વધ્યો છે તેના કારણે બાળકોની માનસિકતામાં બદલાવ આવ્યો છે. બાળકો મોબાઇલનો ઉપયોગ ખૂબ નાની વયથી કરતા થઇ ગયા છે અને તેના કારણે મોબાઇલનો દુરુપયોગ પણ કરતા વધુ જોવા મળી રહ્યા છે. નાની નાની વયની દીકરીઓ પણ ખોટા રસ્તે જઇ રહી છે. તેમને રસ્તા ઉપર જતા વાલીઓ રોકી શકે છે.

મારા પોતાના કારકિર્દી દરમિયાન કાર્યક્રમમાં હાજર વાલીઓ માર્ગદર્શન આપતા કહ્યું છે કે મોડી રાતે પોતાના બાળકો શા માટે ઘરની બહાર નીકળે છે તે માતા-પિતાએ જોવું જોઇએ. મોડી રાતે તો અસામાજિક તત્વો અને ટપોરીઓ જ બહાર ફરે છે. આપણા પરિવારના બાળકો શા માટે બહાર જવા જોઇએ? સોસાયટીમાં જ તેમના રમવાની વ્યવસ્થા યોગ્ય રીતે કરવી જોઇએ. જેથી કરીને બાળકો પોતાની સોસાયટીની બહાર ન જાય. દીકરીઓ પણ મોબાઇલનો વધુ ઉપયોગ ખોટી રીતે ન કરે તેના ઉપર ધ્યાન આપવું જોઇએ અને તેઓ કોની સાથે સમય પસાર કરી રહ્યા છે તેના ઉપર પણ ધ્યાન રાખીને તેમને સાચા માર્ગે વાળવા જોઇએ. કાયદો-વ્યવસ્થા તો એની રીતે કામ કરે છે પરંતુ માતા-પિતાએ વધુ સજાગથવાનો સમય આવી ગયો છે.

ઓનલાઇન ગેમ રમતા બાળકો માતાના ઘરેણાં ચોરતા અચકાતા નથી

પી. આઇ. ગુર્જરે પોતાના સંબોધનમાં મોબાઇલમાં ઓનલાઇન ગેમ રમતા બાળકો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. એમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન ગેમ રમવાનું દૂષણ બાળકોમાં વધી રહ્યું છે. આ પણ મોટી ચિંતાનો ચિંતાનો વિષય છે. સરથાણામાં પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષમાં ૨૩ જેટલાં કિસ્સા ઓનલાઇન ગેમના રવાડે ચઢીને ચોરી કરતા થયેલા બાળકોએ ઘરમાંથી ૧૩ હજારથી લઇ ૪.૫૦ લાખ દાગીના ચોર્યાનું ખૂલ્યું છે. આવા કિસ્સાઓ શહેરના અન્ય પોલીસ મથકોમાં પણ નોંધાયા છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

સુરત : એસટી બસની અડફટે મોપેડ સવાર યુવાનું મોત નીપજ્યું,, જુઓ હૃદય કંપાવી નાંખે તેવા સીસીટીવી વીડિયો

KalTak24 News Team

સૌરાષ્ટ્ર જાણીતા પત્રકાર અને રાષ્ટ્રવાદી વિચારધારાના વાહક જિજ્ઞેશ કાલાવડિયા આજરોજ વિધીવત રાજપા માં જોડાશે

KalTak24 News Team

રાજકારણ/ આવતીકાલથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે,આવતીકાલે નેત્રંગ ખાતે સભા સંબોધશે,વાંચો સમગ્ર અહેવાલ

KalTak24 News Team
Advertisement