December 18, 2024
KalTak 24 News
Gujarat

CRIME NEWS: જેના પર દુષ્કર્મ કર્યું હતું તે યુવતીની હત્યા કરી સળગાવી દીધી હતી,સુરજ ભુવાજી સહિત 8 આરોપીઓ પકડાયા

  • 19 જુન 2022ના રોજ યુવતી થઇ હતી ગુમ 
  • યુવતીની સાયલામાં હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાયો
  • પોલીસે એક મહિલા સહીત 8ની કરી ધરપકડ

Suraj Bhuvaji Killed girl after rape: દેશમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)માં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.દુષ્કર્મનો ભોગ થયેલી દીકરીનું અપહરણ કરીને તેની હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે. હાલ આ ઘટનાને અંગે પોલીસે સુરજ સોલંકી (Suraj Bhuvaji News) અને એક મહિલા સહિત આઠ લોકોની ધરપકડ કરી છે.

ધારા નામની યુવતી થઈ હતી ગુમ
સમગ્ર ઘટના વિશે ઝોન-7ના DCP બી.યુ જાડેજાએ જણાવતા કહ્યું કે,અત્યારે રાજ્યભરમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવાની ડ્રાઈવ ચાલી રહી છે. આ ઝૂંબેશના ભાગરૂપે પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા 15 દિવસથી ચાલી રહી હતી તપાસ
DCP બી.યુ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, ધારાને શોધી કાઢવા માટે DCP લેવલે ઝોન 7ની LCB, સ્થાનિક પોલીસ અને અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમને કામે લગાવી હતી. આ ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરતા કેટલીક માહિતી મળી હતી. જેને પગલે ઘણી માહિતી મળી હતી અને આ બનાવનો ભેદ ઉકેલાયો હતો.

સુરજ ભુવાજીએ કરી હતી અરજી
તેમણે જણાવ્યું કે, ધારા કડીવાર ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી. ધારા, સુરજ ભુવાજી ((Suraj Bhuvaji)) અને મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. જે બાદ તેઓ મીત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા. જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી તેવું નિવેદન આપીને સુરજ સોલંકીએ પાલડી પોલીસને અરજી આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું હતું કે, ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં.

આ બનાવના એક મહિના બાદ ધારાના ભાઈએ જાણવાજોગ અરજી કરતા કહ્યું હતું કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજી સાથે ગઈ હતી, ત્યારથી તેનો કોઈ પત્તો નથી. તે ગાયબ થઇ ગઈ છે. ત્યારથી પાલડી પોલીસ આ ઘટનાની તપાસ કરી હતી અને હાલ અમારી ટીમને સફળતા મળી છે. – DCP બી.યુ જાડેજાએ જણાવ્યું.

તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
DCP બી.યુ જાડેજાએ જણાવતા કહ્યું, પોલીસ તપાસમાં સામે આવ્યું કે ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. જે બાદ ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.
આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી હતી. આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી.ત્યારબાદ નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ ધારાના મૃતદેહને સળગાવી દીધો હતો,ત્યારબાદ આરોપીઓએ ધારા ભાગી ગઈ છે, તેવું નાટક રચ્યું હતું. આ ઘટનામાં મિત શાહની માતા અને ભાઈએ પણ સાથે આપ્યો

એક મહિલા સહિત 8ની ધરપકડ
અગાઉ સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી.જાણવા મળ્યું કે, દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતોઆટલું જ નહિ આ આરોપીઓએ મિત શાહની માતાને ધારાની સાડી પહેરાવી પાલડીમાં ફેરવી હતી.નાથી લોકો એમ સમજે કે, ખરેખરમાં આ તે જ યુવતી છે અને તે ભાગી ગઈ છે. હાલ પોલીસે સુરજ ભુવાજી સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

કોની-કોની થઈ ધરપકડ

  • ગુંજન જોશી
  • સુરજ સોલંકી
  • મુકેશ સોલંકી
  • યુવરાજ સોલંકી
  • સંજય સોહલિયા
  • જુગલ શાહ
  • મીત શાહ
  • મોના શાહ

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યો,ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા; જુઓ તસવીરો

KalTak24 News Team

BREAKING NEWS: સુરતમાં નેશનલ હાઈવે પર એકસાથે 10 વાહનોનો અકસ્માત, અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

KalTak24 News Team

રક્ષકોને રક્ષાનું બંધન: સુરતની સરથાણા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી

KalTak24 News Team
Advertisement