ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી સ્થિતિ નો તાગ મેળવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Rain in Gujarat: રાજ્યમાં ભારે વરસાદના લીધે ચોમેર પાણી ભરાયા છે અને તેના લીધે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. આના લીધે એકબીજા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વિવિધ સ્થાનો પર જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત વલસાડમા 54 રસ્તા બંધ થયા છે.આ સાથે જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પરીસ્થિતિ ની જાણકારી લેવા માટે લોકોની વચ્ચે પહોચ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અસર ગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.
તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર શ્રી બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ