December 18, 2024
KalTak 24 News
Gujarat

BIG BREAKING: ગુજરાત એસ.ટી નિગમે મુસાફર ભાડામાં 10 વર્ષ બાદ કર્યો વધારો,બસના ભાડામાં તોતિંગ વધારો

  • ST બસના ભાડામાં સરકારે કર્યો વધારો
  • 10 વર્ષ બાદ સરકારે વધાર્યુ બસનું ભાડું
  • પ્રતિકિલોમીટરના હિસાબે ભાડામાં વધારો

ગાંધીનગર: ગુજરાત એસટીમાં(Gujarat S.T) મુસાફરી કરતા 10 લાખથી વધુ મુસાફરોને હવે ભાડા વધારો સહન કરવો પડશે. એસટી નિગમે 2014 બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોને મુસાફરી મોંઘી પડશે. સરકારે પરિપત્ર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે. જેમા એસટીના ભાડામાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો છે.

1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે

એસટી નિગમ દ્વારા લોકલ બસનું પ્રતિ, કિ,મી ભાડુ 64 પૈસાથી 80 પૈસા કરાયું છે અને એક્સપ્રેસ બસમાં 68 પૈસાથી વધારીને 80 પૈસા કરવામાં આવ્યું છે. જ્યારે એસી અને નોન એસી સ્લીપર બસનું ભાડુ 62 પૈસાના બદલે 77 પૈસા પ્રતિ કિ.મી કરવામાં આવ્યું છે. એસ ટી નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.  જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. 

2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કર્યા છે. જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 

છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં વધારો કરાયો નથી

રાજ્ય માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.જેમાં ભાડા વધારાની મુખ્ય બાબતો જણાવી છે કે, વર્ષ –2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે. 

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.6/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે.

વાંચો વિગતે:

.

.

.

 

Related posts

દુર્ઘટના /સાબરકાંઠામાં વડાલીમાં ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ,પિતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત,અન્ય બે સારવાર હેઠળ..

પત્રકારત્વ ક્ષેત્રે દેશના પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડની જાહેરાત,BBCના ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્ય પણ એવોર્ડથી સન્માનિત;જાણો કોને-કોને મળ્યાં

KalTak24 News Team

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી;અમદાવાદ-બનાસકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા

KalTak24 News Team
Advertisement