December 19, 2024
KalTak 24 News
Gujarat

અમદાવાદના શાહપુરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળકનું કરુણ મોત

અમદાવાદ(Ahmedabad): અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે. આખે આખો પરિવાર જ આગમાં ભૂંજાઈ જતા આસપાસના રહીશોમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

ઘરમાં ધુમાડો હતો અને ત્રણેય લાશ પડી હતી
ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધૂમાડો હતો અને પતિ-પત્ની અને એક બાળકની લાશ ફાયરબ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે. મૃતક જયેશભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.

સવારે 4.30 વાગ્યે આગ લાગ્યાનું અનુમાન
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના શાહપુર વિસ્તારમાં ન્યુ એચ કોલોનીમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં પતિ-પત્ની અને એક બાળકનું મોત થઈ ગયું છે. અનુમાન મુજબ સવારે 4.30 કલાકે આગ લાગી હતી, આગ સમયે પરિવાર ભર ઊંઘમાં હોવાથી તેમને બહાર નીકળવાની પણ તક નહોતી મળી અને અંદર જ તેમનું મોત થઈ ગયું. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલમાં તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયરને 5 વાગ્યાના સુમારે ફોન ગયો
મળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ત્રણેયને બહાર નીકળવાનો મોકો ન મળ્યો
મહત્વનું છે કે, જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.

આગ લાગવાનું કારણ અકબંધ
આગ લાગવાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મહામહેનતે ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે હજી સામે આવ્યું નથી.

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related posts

કાગવડ ખોડલધામમાં ખાતે 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય નવરાત્રિનું આયોજન, માઇભક્તોમાં અનેરો આનંદ

KalTak24 News Team

સુરતમાં ડાયમંડ બુર્સનો ઝળહળાટ,ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વરમાંથી બની અદ્ભુત પ્રતિકૃતિ બનાવી, 2 કિલો પંચધાતુ અને 7 હજાર ડાયમંડનો ઉપયોગ કરાયો,VIDEO

KalTak24 News Team

સુરત/ કણાદ ખાતે ભાવાંજલી સભાનું થયું આયોજન,પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને સુરતના ભક્તોએ વિશિષ્ટ રીતે ભાવોર્મીઓ પાઠવી,સમાજસેવાની યાદો કરી તાજી

Sanskar Sojitra
Advertisement