બોટાદ(Botad): સાળંગપુર (Salangpur) ધામે કિંગ ઓફ સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની (Hanumanji Dad) મૂર્તિ મુકવાની છે જે મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચતાં કુંડળ ધામે (Kundal Dhame) સંતો અને મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી.
ત્યારબાદ સાળંગપુર જવા રવાના થયા છે. મંગળવારે સવારે સાળંગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા વિધિવત પૂજન (Ritual worship) કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે આજે હજારો લોકોના આસ્થાના આ મંદિર પર લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે.
View this post on Instagram
ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ પહોંચ્યો હતો કુંડળ ધામ
સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉ આવી ગયેલ હોઈ જેને ફીટીગ કરવાની કામગીરી શરુ કરેલ છે. ત્યારે આજે સાંજના સમયે હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચ્યો હતો. ત્યારે કુંડળ ધામ ખાતે સંતો, મહંતો દ્વારા હનુમાનજી દાદાની મૂર્તિના મુખના ભાગનું વિધિવત પૂજન કરી આરતી ઉતારી હતી. તેમજ પ્રસાદ ધરાવાયો હતો. ત્યારબાદ મૂર્તિ સાળંગપુર જવા રવાના કરવામાં આવી હતી.
આ મૂર્તિ મુક્યા બાદ ભક્તો સાત કિલોમીટર દુરથી દાદાની મૂર્તિના દર્શન કરી શકાશે. ત્યારે ભકતોના હૃદયમાં ખુબ જ આનંદ અને ભાવ પ્રગટી રહ્યો છે અને જયારે આ હનુમાનજી દાદાની 54 ફુટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે એટલે વિશેષ માહોલમાં વધારો થશે. મંગળવારે સવારે સાળગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા પૂજન વિધિ કરવામા આવી છે.
1,35,000 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં સ્થાપિત કરાશે 54 ફૂટ ઊંચી મૂર્તિ
અત્રે ઉલ્લેખનીય છે કે, સાળંગપુર મંદિરના પટાંગણમાં ‘કિંગ ઑફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત 1,35,000 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જેનું વજન 30 હજાર કિલો છે. આ મૂર્તિ હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. 13 ફૂટના બેજ પર દાદાની મૂર્તિને દક્ષિણ મુખે રાખવામાં આવશે. સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના થયા બાદ ભક્તો સાત કિલોમીટર દૂરથી દાદાની મૂર્તિના દર્શન કરી શકશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp