સોશિયલ મીડિયા(Social media)માં રિલ(Reels) બનાવવા માટે લોકો અવનવા પેંતરા અને સ્ટન્ટ કરતા હોય છે ત્યારે રિલ(Reels) બનાવવા સ્ટંટ કરતી અમદાવાદી ગર્લ્સ(Amdavadi girls) નો એક વિડીયો વાયરલ(Viral) થયો છે. પોલીસે આ યુવતી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
આજ કાલ સોશિયલ મીડિયા(Social media)માં રિલ બનાવવા માટે ખાસ કરીને યુવક યુવતીઓ અવનવા પ્રકારની રિલ(Reels) બનાવીને પોસ્ટ કરે છે. રિલ(Reels) બનાવીને પ્રસિદ્ધ થવાનો લોકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે ત્યારે રિલ(Reels) બનાવવા માટે ખતરનાર સ્ટન્ટ કરતી અમદાવાદી ગર્લ્સ(Amdavadi girls)નો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થયો છે.
View this post on Instagram
વિડીયોમાં જોવા મળે છે કે બે અમદાવાદી ગર્લ્સ(Amdavadi girls) બાઇક પર સ્ટન્ટ કરતી જઇ રહી છે અને કોઇ તેનો વિડીયો બનાવી રહ્યું છે. બાઇક ચલાવતી યુવતી છુટા હાથે બાઇક ચલાવતી સ્ટન્ટ કરી રહી છે. પંજાબી સોંગ સાથે અમદાવાદી ગર્લ્સ બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરી રહી છે.
આ યુવતીઓએ સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરતો વિડીયો બનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ મહિના પહેલા સ્ટંટ કરતો વિડીયો બનાવાયો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે.
ટ્રાફિક પોલીસે વાયરલ(Viral) વિડીયોના આધારે ગુનો નોંધી સ્ટંટ કરનાર યુવતી સામે કાર્યવાહી પણ કરી છે.એમ ટ્રાફિક પોલીસે આઈપીસી 279 એમવી એક્ટ 177,184,194 ડી મુજબ ગુનો દાખલ કર્યો છે.યુવતીનું નામ કેશવી પાડલીયા હોવાનું બહાર આવ્યું છે. તે વસ્ત્રાલની રહેવાસી છે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ