Bharuch Suicide News: ભરૂચની વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં કામદારે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે કામદારે અધિકારીના ટોર્ચરથી કંપનીના કેન્ટીના પાછળના ભાગના રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. હાલ ભરૂચ(Bharuch Suicide News) પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચની વિલાયત GIDCમાં આવેલા બિરલા ગ્રાસિમ નામની કંપનીમાં રાજેશ ગોહિલે નામના કામદારે આપઘાત કરી લીધો છે. બિરલા ગ્રાસીમ સેલ્યુલોઝ ફાઈબર કંપનીમાં HOD મંજીતસિંહ નામનાં અધિકારીનાં ત્રાસના કારણે જીવન ટુંકાવ્યું છે. રાજેશ ગોહિલે કંપનીની કેન્ટીનના પાછળનાં ભાગનાં રૂમમાં મોડી રાત્રે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. જોકે, પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઘટનાની જાણ થતા વાગરા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહનો પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
જનરલ સિફ્ટમાં કામ કરતા રાજેશ ગોહિલે આપઘાત પૂર્વે ત્રણ પાનાની સુસાઇટ નોટ લખી જીવનલીલા સંકેલી છે. સુસાઇટ નોટમાં રાજેશ ગોહિલે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “HOD મંજીતસિંહ માનસિક ત્રાસ આપે છે. રોજ ઝઘડો કરે છે. નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી પણ આપે છે. જેથી આખરે કંટાળીને આ પગલું ભર્યું છે.”ત્યારે ગતરોજ મોડે સુધી રોકાય રાજેશે જીવનલીલા ટૂંકાવી દીધી હતી. ભરૂચ જીલ્લા પોલીસનો કાફલો મધરાતથી ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.