- પાસ નેતા અલ્પેશ કથિરયા પર હુમલો
- આેટો રીક્ષા ચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો
- કાપોદ્રા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
- જાહેર રસ્તા પર થયો હુમલો
પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે. આજે સવારે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ ખાતે તેમની નજીકની વ્યક્તિની ખબરઅંતર પૂછવા માટે જઈ રહ્યા હતા. ચીકુવાડી સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Mandir) પાસે આગળ જતો રિક્ષાચાલક રીક્ષા વાંકી ચૂકી ચલાવતો હોય તે બાબતે તેને ઠપકો આપતા રિક્ષાચાલકે ઝઘડો કર્યો હતો.બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.આ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા એ સમયે રિક્ષાચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા માર્યા હતા. ત્યાર બાદ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળું રિક્ષાચાલકને પકડવા દોડ્યું, પણ તે ભાગી ગયો હતો.
અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya)ને હાથમાં ઈજા
સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશન(Kapodra police station) થી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા. અલ્પેશ કથીરિયા બાઈક પર સવાર હતા અને તેની આગળ રિક્ષાચાલક રિક્ષા ચલાવી રહ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચાલવતા રિક્ષાચાલકને અલ્પેશ કથીરિયા એ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે ચલાવ. રિક્ષાચાલકે કહ્યું કે ઊભો રહે, એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને ત્રણ ઘા માર્યા હતા. એને લઈને અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ હતી.
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં જ હુમલો થતાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ(Traffic) થઈ ગયો હતો. તેને ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.બાદમાં પોલીસે અલ્પેશ કથીરિયા ની ફરિયાદના આધારે ગુનો નોંધી રીક્ષા ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ