December 18, 2024
KalTak 24 News
Gujarat

અમદાવાદમાં AMCના ડમ્પરે માસૂમનો લીધો જીવ,વાંચો સમગ્ર વિગતો

અમદાવાદ શહેરમાં (Ahmedabad) આજે સામાન્ય વ્યક્તિને હચમચાવીને રુંવડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. આઝાદ સોસાયટીમાં રહેતા સુરભીબેન તેના 5 વર્ષના દીકરા દહરને આંબાવડી અમૃત જ્યોતિ સ્કૂલ મુકવા જતી હતા. ઘરેથી હસતો રમતો જતો દહર તેની માતા સાથે વાતો કરતો હતો. તેઓ સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે મ્યુ કોર્પોરેશનની (AMC) કચરો ભરવાની ટ્રક (Dumper) તેમના પર ચડી ગઈ હતી . આ અકસ્માતમાં (Accident) દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું. દહરના માથા પરથી ટાયર ફરી વળતા તે ત્યાં કચડાઇ ગયો હતો. તેનાં માસના લોચા રોડના ડામર સાથે ચોંટી ગયા હતા. બાળકનું ધટના સ્થળે મોત નીપજ્યું અને મહિલાને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે .

આઝાદ સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ભટ્ટ જમીન દલાલ તરીકે કામ કરે છે. તેમના પત્ની સુરભી 5 વર્ષનું બાળક દહર અને પિતા સાથે રહે છે. રોનક ભાઈ રોજ તેમના દીકરાને સ્કૂલે મુકવા જાય છે. આંબાવડી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. આજે સવારે રોનકભાઈના પિતાને ઓપરેશન હોવાથી તેઓ તેમના પિતાને લઈને દવાખાને ગયા હતા .એટલે સુરભીબેન દહરને સ્કૂલે મુકવા ઘરેથી નીકળ્યા હતા. સુરભીબેન દહરને લઈને સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા હતા. ત્યારે નહેરુનગર તરફથી AMCનો કચરાનું ડમ્પર આવતું હતું. તેને સુરભીબેનની એક્ટિવાને ટક્કર મારી હતી. જે સમયે દહર આગળ બેઠો હતો. તે એક્ટિવા પરથી ફગોળાઈને નીચે પટકાયો જ્યારે બીજી તરફ સુરભીબેન પણ ફગોળાઈને પટકાયા હતા. આ ડમ્પર એટલી સ્પીડે હતું કે તે દહર પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું.

ડમ્પર ચાલક ડંપર મુકિ ફરાર થયો

પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

1 જૂને બાળકનો જન્મદિવસ હતો

આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દેહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.

અકસ્માત થતા દાહર ઘટનાસ્થળે મોત નીપજ્યું. આ બાળકની લાશના અવશેષ આમ તેમ વિખરાઈ ગયા હતા, એને કપડામાં ભેગા કરવામાં આવ્યા હતાં અને પોટલું વાળીને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું હતું. આ જગ્યાએ હાજર લોકો આ દ્રશ્ય જોઈને ફફડી ઉઠ્યા હતા. હાલ તો આ પ્રકરણમાં ડમ્પર ચાલક ફરાર છે તેને લઈ એમ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી પકડવા માટે તપાસ શરૂ કરી છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

રાજકોટ/ જૈન દેરાસરમાં પ્રાર્થનામાં લીન યુવક પર 9 સેકન્ડમાં ધારદાર છરાના ઘા મારીને લોહીલુહાણ કર્યો, ઘટના CCTVમાં કેદ

KalTak24 News Team

રાજકોટ/ આવતીકાલે ખોડલધામ ખાતે વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ અને એપ્લિકેશન કરાશે લોન્ચ..

Sanskar Sojitra

BIG BREAKING/ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર,આવતીકાલે જાહેર થશે પરિણામ,4 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત;નોંધી લો સમય

KalTak24 News Team
Advertisement