- અમદાવાદના યુવકનો લંડનમાં આપઘાત
- 11મી ઓગસ્ટથી ગુમ હતો નરોડાનો કુશ પટેલ
- મિત્રોએ વેમ્બલી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ
Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારનો યુવક એક વર્ષ પહેલા લંડન (London) અભ્યાસ અર્થે ગયો હતો અને છેલ્લા 11 દિવસથી ગુમ હતો. 19 ઓગસ્ટના રોજ કુશનો મૃતદેહ લંડન બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. કુશ પટેલ (Kush Patel) નામના યુવકે આર્થિક સંકડામણમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યો છે. ડીએનએના આધારે મૃતદેહ કુશનો હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે કુશના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા.
અમદાવાદના શહેરના નરોડા વિસ્તારનો રહેવાસી કુશ પટેલ ગત વર્ષે જ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધુ હતું. કુશ લંડન ગયા બાદ નિયમીત પણે તેમના પરિવારને ફોન કરીને વાતચીત કરતો હતો. જો કે તે છેલ્લા 11 દિવસથી પરિવારના સંપર્કમાં ન હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમણે કુશના રુમ પાર્ટનર સાથે કોન્ટેક્ટ કરીને તેની સાથે વાત કરી હતી પણ રુમમેટને પણ તેના વિશે કોઈ જાણ ન હતી તેથી માતા-પિતાએ વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેના પગલે પોલીસે કુશની શોધખોળ શરુ કરી હતી.
વેમ્બલી પોલીસ દ્વારા અનેક જગ્યાએ કુશની શોઘખોળ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમ છતાપણ કુશની કોઈ ભાળ મળી ન હતી. બીજી તરફ કુશના અંતિમ લોકેશનનના આધારે તપાસ કરતા તેનું લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યુ હતું, જો કે પોલીસને કુશ પટેલ ત્યા પણ મળ્યો ન હતો. છેલ્લે 19મી ઓગસ્ટે મોડી રાત્રે લંડન બ્રિજના છેડાથી કુશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની ઓળખ કરવામાં આવી હતી.એવામાં DNA અને બાયોમેટ્રિક મેળવ્યા બાદ તપાસ કરતા તે મૃતદેહ સાથે મેચ થયા હતા. જે બાદ પોલીસે મૃતદેહ કુશ પટેલનો હોવાની પુષ્ટિ કરી હતી.
વેમ્બલી પોલીસ દ્વારા બનાવ અંગે કુશના મોતની જાણ તેના મિત્રોને તેમજ કુશના પરિવારજનોને કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કુશ પટેલે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો અને પોલીસે પણ આ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ કરી હતી જેમાં આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube