- સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો
- તમામ હાજર રહેલા સંતો મહંતોએ પ્રતિજ્ઞા લીધી
- હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો
Salangpur Temple Controversy/અમદાવાદ: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં.
સાધુ સંતોની યોજાઈ બેઠક
સાળંપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર છે.
સાધુ-સંતો દ્વારા શપથ લેવામાં આવ્યા છે કે, સાધુ-સંતોના સ્ટેજ પર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સંતોને નહીં આવવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સ્વામીનારાયણના સંતોને કાર્યક્રમમાં આમંત્રણ ન આપવું, અમે સ્વામીનારાયણ મંદિરમાં નહીં જઈએ, આજથી સ્વામીનારાયણ સંત સાથે સ્ટેજ પર નહીં જઈએ, સ્વામીનારાયણ સંતના આમંત્રણને સ્વીકારવું નહીં, ધર્મસ્થળ પર પ્રલોભનો આપવામાં આવે તો પણ ન જવું વગેરે નિર્ણયો લેવામાં આવ્યા છે.
150થી વધુ સાધુ-સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા જેમાં વિવિધ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા અને હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, આગામી સમયમાં પણ દેશભરના સાધુ-સંતો એક થઈને આ મામલે નિર્ણય લેશે.
સૌરાષ્ટ્રના સંતોની કોર કમિટીની પણ બેઠક મળશે
5 સપ્ટેમ્બરે લીંબડીમાં સંતોની કોર કમિટીની બેઠક મળશે. બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવશે. આ સભામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંતો ભાગ લેશે. મોટી સભામાં દેશભરમાંથી સંતો ભાગ લેશે.
આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો :-
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube