કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી પ્રમાણે હિંમતનગરમાં સહકારી જીન નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર શામળાજીથી અમદાવાદ તરફ આવી રહી હતી તે દરમિયાન કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતને લઇને હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને લોકોના ટોળા એકત્ર થઇ જતા ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.
#WATCH | Sabarkantha, Gujarat | A car collided with a heavy vehicle in Himmatnagar. The police and fire department present at the spot. Injuries and casualties feared. More details awaited. pic.twitter.com/kHGz5tkl30
— ANI (@ANI) September 25, 2024
અકસ્માત સર્જાતા 108 તંત્ર દોડતું થયુ હતુ. જેમાં પોલીસ વિભાગ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું. જે બાદ કારમાંથી લાશ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં ગાડીની એટલી ભયંકર હાલત સર્જાઇ હતી કે કારને કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા.
મૃતકો અમદાવાદના રહેવાસી
ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના પિતા વહેલી સવારે અમદાવાદથી હિંમતનગર ખાતે પહોંચી આવ્યા હતા.
શામળાજીથી હિંમતનગર આવતા રોડ પર સવારે ઈનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ઈનોવામાં જે 8 લોકો સવાર હતા તેમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તમામ મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.