December 18, 2024
KalTak 24 News
Gujarat

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કરીને તોડવાનો કર્યો પ્રયાસ,અજાણ્યા શખ્સની પોલીસે કરી અટકાયત,મંદિરમાં પોલીસનો કાફલો ખડકાયો,VIDEO

  • સાળંગપુર ભીંત ચિત્રો વિવાદ મામલો
  • હનુમાન ભક્તે ચિત્રો પર કાળો કલર લગાવ્યો
  • ભીંત ચિત્રોમાં તોફફોડ કરવામાં આવી, બંદોબસ્ત ગોઠવાયો

Salangpur Controversy :સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે.

સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રો પર એક ભક્ત દ્વારા લાગણી દુભાતા કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો. આ બાદ પોતાની પાસે રહેલા હથિયારથી ચિત્રો પર હુમલો કરીને તોડ ફોડ કરવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર કોઈ અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કાળો કલર મારનાર કોણ વ્યક્તિ છે?, શું કારણ હતું તેની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. હવે જે શખ્સની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારી પણ સ્થળ પર પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને સાળંગપુર મંદિર વહીવટી તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ મંદિરના પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીત ચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ શખ્સ દ્વારા ભીંત ચિત્રોમાં કાળો રંગ ચોપડવાની સાથે જ તોડફોડ પણ કરવામાં આવી હતી.

ગાર્ડનમાંથી છૂપાઇને પ્રતિમા સુધી પહોંચ્યો
ઘટના અંગે બોટાદના SP કિશોર બળોલિયાએ જણાવ્યું હતું કે, હુમલાનો પ્રયાસ કરનારની હર્ષદ ગઢવી તરીકે ઓળખ થઇ છે. મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો જ છે. પરંતુ જે રીતે મંદિરનું વિશાળ પરિસર છે અને બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે. હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છૂપાઇને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પોલીસે હર્ષદને મૂર્તિ પાસેથી ઝડપી લીધો હતો. હર્ષદ ગઢવી સાથે બીજુ કોણ-કોણ આવ્યું હતું અને ક્યા વાહનમાં આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી ફરિયાદ આપવામાં આવશે એ રીતે વધુ કાર્યવાહી થશે.

બોટાદના SP કિશોર બળોલિયા.

સંવાદથી વિવાદ ઉકેલવો જોઇએ
SP કિશોર બળોલિયાએ ઉમેર્યું કે, છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. કોઇ પણ વિવાદ હોય તો તેનો સંવાદથી પણ ઉકેલ આવી શકે છે. જે કોઇ લોકોને ભીંતચિત્રો મુદ્દે વિરોધ હોય તેનો મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરી નિવેડો લાવવો જોઇએ. કોઇપણ વ્યક્તિ આ રીતે કાયદો હાથમાં લે એ વાજબી નથી. અહીં રજાના દિવસોમાં ઘણા દર્શનાર્થીઓ આવતા હોય છે. હાલમાં આ વિવાદને લઇને PI સહિત 75 પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

Related posts

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા પપૈયાના શણગાર કરવામાં આવ્યો; જુઓ તસવીરો

Mittal Patel

સુરત/ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ! ,ટેકસટાઈલ નીતિ જેમ જ ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે પૉલિસી જાહેર કરવાની માગ

KalTak24 News Team

પારસી પરિવારના ઘરે ભગવાન સ્વામિનારાયણ ની પાઘ, સુરતમાં 200 વર્ષથી થાય છે જતન;ભાઈબીજ પર પાઘડીના દર્શનાર્થે ભક્તોની ભીડ

KalTak24 News Team
Advertisement