December 19, 2024
KalTak 24 News
Gujarat

હર્ષ સંઘવી સામે અપમાનજનક ટિપ્પણી કરતા ગોપાલ ઇટાલીયા સામે સુરતમાં નોંધાઈ ફરિયાદ

સુરત : રાજ્યમાં ચૂંટણી(Election) નજીક આવવાની સાથે જ રાજકીય વાતાવરણ તંગ થયું છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ બાદ હવે કેસ – કેસની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી(AAP) ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા(Gopal Italia) પર સુરતમાં માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ચૂંટણી(Election) નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા(Gopal Italia)ની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના કાર્યકર ઝવેરી પ્રતાપભાઈ જીરાવાલાએ AAP પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા(Gopal Italia) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ(C.R Patil)ને પૂર્વ બુટલેગર, ભાજપને ગુંડાઓની પાર્ટી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Saghavi) ને ડ્રગ્સ સંઘવી ગણાવવા હતા. આ બદલ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોપાલ ઈટાલિયા(Gopal Italia) સામે નોંધાયેલા કેસમાં કલમ 500,504,505 અને 1D હેઠળ ગુનો નોંધી સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.

ગૃહમંત્રીને કહ્યા હતા ડ્રગ્સ સંઘવી ! 
ભાવનગરની સભામાં ગોપાલ ઇટાલીયા(Gopal Italia)એ કહ્યું હતું કે, યુવાનોની સરકારી નોકરી મેળવવા માટેની પીડા આ જીતુભાઈ, ડ્રગ્સ સંઘવી કે ભૂપેન્દ્ર ભાઈને એટલા માટે નથી સમજાતી કારણે તે આપણી જેટલું ભણ્યા નથી. 8 ચોપડી અને 9 ચોપડા ભણીને મંત્રી-તંત્રી અને સંત્રી થઈ ગયા છે. અહીંયા બધા બેઠા છે તે જીતુ વાઘાણી કરતા વધુ ભણેલા છે. એટલા માટે તેમને આપણી પીડા ન સમજાય.

શું કહ્યું હતું ગોપાલ ઈટાલિયાએ?

આપ નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ગૃહમંત્રી ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારી ફરિયાદ કરી રહ્યા છે તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ડ્રગ્સ પકડાય છે એ સારી બાબત છે પણ વારંવાર ડ્રગ્સ ગુજરાતમાં જ કેમ આવે છે, માફિયાઓને એવું કેમ લાગે છે કે ગુજરાતમાંથી જ ડ્રગ્સ મોકલવું, શું કોઈ નેતાઓનો તેમને સપોર્ટ મળી રહ્યો છે?

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત!,સૂર્યોદય પહેલાં જ ચિત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવી દેવાયાં,જાણો વિગત

KalTak24 News Team

ગુજરાત સરકાર એક્શન મોડમાં : PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની 5 હોસ્પિટલ સસ્પેન્ડ

Mittal Patel

રાજકોટ/ ગોંડલ નેશનલ હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત,સ્વિફ્ટ અને બોલેરો વચ્ચે ટક્કર થતા 4 યુવકોના કરુણ મોત

KalTak24 News Team
Advertisement