December 18, 2024
KalTak 24 News
Gujarat

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી હાર્દિક પટેલનું પહેલું નિવેદનઃ ગુજરાતની પક્ષને પડી નથી, મને પણ કંઈ કરવા ન દીધું

ભાજપ સરકારે 10 ટકા અનામત આપી જેનો ફાયદો સીધો પાટીદાર સમાજને થયો, અમે દુ:ખી હતા એટલે અમે આંદોલન કરતાં હતા પણ સરકારે જ મોટું મન રાખીને 10 ટકા અનામત આપી હતી

છેલ્લા એક મહિનાથી સતત હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગીનો આખરે અંત આવી ગયો છે. કારણ કે, ગઈકાલે હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે. 

કાર્યકારી પ્રમુખ શોભાના ગાંઠીયા જેવી પોસ્ટ છે
અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન ,ચીમનભાઈ પટેલને કોગર્સમાં હટાવી દેવાયા છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે. ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને તે જ તેમનો વ્યૂહ છે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે. કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મને બે વર્ષ કોઈ જવાબદારી સોંપાઈ નહીં
સ્વપ્ન હતું કે જે હિત માટે જોડાયો છું તે સારી રીતે કરૂં પણ કાર્યકારી પ્રમુખ શોભાના ગાંઠીયા જેવી પોસ્ટ છે. મને બે વર્ષ કોઈ જવાબદારી સોંપાઈ નહીં. તથા આંદોલનનો સીધો લાભ કોંગ્રેસને મળ્યો છે. કોંગ્રેસમાં છેલ્લા 10 વર્ષમાં 117 લોકોએ પાર્ટી છોડી છે. તેમજ 7 થી 8 લોકો 33 વર્ષથી પાર્ટી ચલાવે છે.

હાર્દિક પટેલે કોંગ્રેસ પર કાઢી ભડાસ
કોંગ્રેસમાં જોડાયો ત્યારે સપનું હતું કે જે હિત સાથે પાર્ટીમાં આવ્યો છું, તે ખૂબ આક્રમક રીતે કરી શકી, અમે ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવ્યો પણ 2019થી 2022 સુધી કોંગ્રેસને જાણી ત્યારે ખબર પડી કે કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. ગુજરાત કોંગ્રેસમાં અસંખ્ય કાર્યકર્તા અને ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે. સાચી વાત કહેવામાં આવે ત્યારે ખોટી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે, ગુજરાતમાં અમે પદયાત્રા કરતાં હતા ત્યારે અમને ખબર પડતી હતી કે અમારા નેતા AC માં બેસી રહેતા હતા

આ જ નેતાઓ કહેતા હતા કે તારા જેવા નેતા પાર્ટીમાં આવે ત્યારે ફાયદો થશે, હવે આ જ નેતાઓ ટીવી પર આવીને મન ફાવે એમ બોલે છે ગુજરાતમાં એવા અસંખ્ય ધારાસભ્ય એવા છે, માત્ર ને માત્ર કોંગ્રેસ તેમનો દુરુપયોગ થાય છે અને પછી ફેંકી દેવામાં આવે છે ચીમન ભાઈને આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા આ વિઠ્ઠલ રાદડિયાને હટાવી દેવામાં આવ્યા, નરહરિ અમીનને હટાવી દેવામાં આવ્યા.

ગુજરાતની ભાજપ સરકારના કર્યા વખાણ
ભાજપ સરકારે 10 ટકા અનામત આપી જેનો ફાયદો સીધો પાટીદાર સમાજને થયો, અમે દુ:ખી હતા એટલે અમે આંદોલન કરતાં હતા પણ સરકારે જ મોટું મન રાખીને 10 ટકા અનામત આપી હતી. ભાજપમાં દરેક સમાજને પ્રભુત્વ આપવામાં આવે છે કોઈ પણ સમાજ કે જાતિનો ચહેરો મુખ્યમંત્રી બની શકે છે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો ઈતિહાસ જોવા જેવો છે. માત્ર વોટબેન્કને ધ્યાને રાખી નિર્ણયો લેવામાં આવે છે.

કોંગ્રેસમાં દલિત, OBC અને પાટીદાર ધારાસભ્ય સાથે અન્યાય કરવામાં આવે છે. તમારી જાત તમારે ચિંતન કરવાની જરૂર છે, ઉદયપુરમાં શિબિર કરવાની જરૂર નથી. મને અસંખ્યક લોકોએ કહ્યું કે તે પાર્ટી છોડી ખૂબ સારું કામ કર્યું. માત્ર 7-8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી પર રાજ કરે છે

છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ પાર્ટીએ મારી એક પણ કોન્ફરન્સ નથી કરી, મારે જાતે જ પત્રકાર પરિષદ કરવી પડે છે. રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે રૂમમાં બેસીને બધા નેતા ચિંતા કરે છે કે રાહુલ ગાંધીને કઈ ચિકન સેન્ડવીચ આપવી છે, ગુજરાતની સમસ્યા વિશે કોઈ વાત કરવામાં આવતી હતી નહીં.

નરેશ પટેલને લઈ કોંગ્રેસ પર કર્યા વાર

ગુજરાત કોંગ્રેસમાં માત્ર ને માત્ર જાતિવાદની વાત થાય છે અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના પણ જાતિવાદી જ હોય છે. દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની જાતિ વિશે વાત કરવામાં આવી હતી. દુ:ખ સાથે કહેવું પડે છે, આજે ઘણા કોંગ્રેસ નેતા નરેશભાઈને મળ્યા, અને 12 મિનિટમાં તો બહાર આવી ગયા, ભાઈ 12 મિનિટમાં શું ચર્ચા કરીને આવ્યા?

કોંગ્રેસ પર ભરોસો ન કરતાં
હું બે હાથ જોડીને માફી માંગુ છું કે 2017માં હું કોંગ્રેસ પાર્ટી માટે મત માંગવા આવતો હતો, મારા સમાજની પણ માફી માંગુ છું. ગુજરાતનાં લોકોને વિનંતી કરું છું કે કોંગ્રેસ પર ભરોસો ન કરતાં, મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા એનો મને અફસોસ છે. મેં ખૂબ ગર્વ સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, દિલથી કહું છું કે કોઈ પાર્ટીમાં જવાનું આયોજન નથી, લઇશ ત્યારે ગર્વથી કહીશ. 

રૂપિયા પડાવવા માટે કોંગ્રેસના કાર્યક્રમો
યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ રૂપિયા લેવામાં આવે છે જ્યારે તેનો કાર્યક્રમ હોય ત્યારે યૂથ કોંગ્રેસને એક પણ રૂપિયો આપ્યો નથી. માત્ર રૂપિયા ભેગા કરવા આ પ્રકારના આયોજન કરવામાં આવે છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. તે સાથે હમણાં રાહુલ ગાંધીએ દાહોદમાં કરેલી આદિવાસી યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દાહોદની કોંગ્રેસની સભાની અંદર 25 હજારની જનમેદની હતી પણ 70 હજારના પૈસા લીધા હતા. આમ આ પ્રકારના ગંભીર આરોપો કરી કોંગ્રેસની કાર્યશૈલીની પોલ ખૂલી કરી હતી. 

રધુ શર્માના નિવેદન પર પલટવાર
રઘુ શર્મા રાજસ્થાનથી આવીને અમને શિખામણ આપે છે, એમને સચિન પાયલટે ચૂંટણીમાં મદદ કરી હતી પણ પાયલટને જરૂર પડી ત્યારે રઘુ શર્માએ કોઈ મદદ નહોતી કરી

હિન્દુ છાપ ઊભી કરી
રામ મંદિર CAA જેવા મુદ્દાઓ પર મૈ કોંગ્રેસ હાઈકમાંડનું ધ્યાન દોર્યું હતું કે આ લોકો ઈચ્છે કે આ મુદ્દાઓનું નિરાકરણ આવે પણ કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ કરતી રહી અને નેતાઑ મન ફાવે તેવા નિવેદનો આપતા રહ્યા. પરમ દિવસે મસ્જિદની અંદર શિવલિંગ મળ્યું ત્યારે પણ કહેવાતા નેતાઓએ મનમરજી મુજબ નિવેદન આપ્યા, અમે પહેલેથી કહીએ છીએ કે અમે હિન્દુ છીએ

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં આગ લાગતાં મચી ભાગદોડ, ફ્લેશ ફાયરથી બે કારીગર દાઝ્યા; મેયર હોસ્પિટલ દોડી ગયાં

KalTak24 News Team

Rajkot News : પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા,નવાં 51 ટ્રસ્ટીની વરણી

KalTak24 News Team

ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી,12 અને 13 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે છે માવઠું

KalTak24 News Team
Advertisement