- ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું
- વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યા હતા
- ઘણા દિવસથી હોસ્પિટલમાં હતા, તબિયતમાં કોઈ સુધારો થયો નહીં
નવી દિલ્હી: કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં જિંદગી સામે જંગ લડી રહ્યા હતા ત્યારે આજે તે જંગ હારી ચૂક્યા છે. લોકોને હસાવનર રાજૂ આજે તમામને રડતાં મૂકી ચાલ્યા ગયા છે. રાજૂ શ્રીવાસ્તવને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે તે પરિસ્થિતિ અંગે તેમના ભાઈએ જણાવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ બુધવારે સવારે વર્કઆઉટ કરતી વખતે અચાનક ટ્રેડમિલ પર પડી ગયો હતો. આ પછી તેમને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ હતા. નોઈડામાં ફિલ્મ સિટીની સ્થાપનામાં ઉત્તર પ્રદેશ સરકાર વતી તેઓ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા હતા.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે અવસાન થયુ છે. લાંબા સમયથી બીમાર રહેતા પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આજે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી. તબીબોની ટીમ તેમની તબિયત સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવ કસરત કરતા ઢળી પડ્યાં હતા. ત્યારબાદ તેઓ કોમામાં જતા રહ્યાં હતા. જોકે, 42 દિવસથી વેન્ટીલેટર પર રહ્યાં બાદ આજે 58 વર્ષની ઉંમરે રાજુએ છેલ્લા શ્વાસ લીધા છે.
Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.
(File Pic) pic.twitter.com/kJqPvOskb5
— ANI (@ANI) September 21, 2022
ડોક્ટરોના જણાવ્યા અનુસાર રાજુના મગજની ચેતાતંતુઓ બંધ થઈ ગઈ હતી. જેના કારણે મગજના ઉપરના ભાગમાં ઓક્સિજન પહોંચી શકતો નથી. આ જ કારણ છે કે તેઓ હોશમાં નતા આવી રહ્યા. જોકે, ડોક્ટર્સના જણાવ્યાં અનુસાર જ્યાં સુધી રાજુના મગજમાં ઓક્સિજન સંપૂર્ણ રીતે પહોંચે નહીં ત્યાં સુધી તેના માટે ભાનમાં આવવું મુશ્કેલ હતુ. જેથી આખરે તેમણે આજે દિલ્હીની એમ્સમાં અંતીમ શ્વાસ લીધા છે. રાજુ શ્રીવાસ્તવના નિધનથી સમગ્ર ભારતમાં શોકનો માહોલ છે.
કોણ છે રાજૂ શ્રીવાસ્તવ
રાજુ શ્રીવાસ્તવ, જેને ગજોધર અને રાજુ ભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય હાસ્ય કલાકાર, અભિનેતા અને રાજકારણી છે. જેનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુર, યુપીમાં થયો હતો. તેણે બાઝીગર, આમદની અઠની ખર્ચા રૂપૈયા, બોમ્બે ટુ ગોવા જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી હતી. કોમેડી સર્કસ, બિગ બોસ, ધ કપિલ શર્મા જેવા ઘણા ટીવી કોમેડી પ્રોગ્રામ દ્વારા કોમેડીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. હાલમાં તેઓ ભારતના ટોચના હાસ્ય કલાકારોમાંના એક છે.
કોમેડી શોની કારકિર્દી
ફિલ્મોમાં કારકિર્દી શરૂ કર્યા પછી, રાજુ શ્રીવાસ્તવે ઘણા કોમેડી શોમાં ભાગ લીધો. રાજુ શ્રીવાસ્તવ ઘણા મોટા સ્ટાર્સનો ચોક્કસ અવાજ કેવી રીતે સંભળાવવો તે જાણતા હોવાથી, તેમણે વર્ષ 2005માં ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં તેમના વડે લોકોનું મનોરંજન કર્યું. તે પછી રાજુ શ્રીવાસ્તવે 2009ના ભારતીય રિયાલિટી શો બિગ બોસ અને પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શોના સભ્યોનું મનોરંજન કર્યું.
અહીંથી રાજુ શ્રીવાસ્તવ 2011માં કોમેડી પ્રોગ્રામ કોમેડી સર્કસ કા જાદુમાં દેખાયા ત્યારે તેમની આવડતથી લોકપ્રિયતા મેળવી રહ્યા હતા. અહીં પણ તેણે લોકોને પહેલાની જેમ હસાવવામાં કોઈ કસર છોડી ન હતી અને એક પ્રખ્યાત અને શ્રેષ્ઠ કોમેડિયન તરીકે ઉભરી આવ્યા હતા. આ પછી પણ તેણે ઘણા કોમેડી શોમાં ભાગ લીધો. તે 2011માં કોમેડી કા મહા મુકાબલા અને 2013માં ડાન્સ શો નચ બલિયેમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવ કોમેડી શો
2017 – કપિલ શર્મા શો
2016 – મજાક મજાક મે
2014 – કોમેડી નાઇટ્સ વિથ કપિલ
2012 – લાફ ઈન્ડિયા લાફ
2011 – કોમેડી કા મહા મુકબલા
2011 – કોમેડી સર્કસ કા જાદુ
2005 – ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ
આટલી ફિલ્મોમાં પણ અજમાવ્યો હતો હાથ
1988 – તેજાબ
1989 – મેને પ્યાર કિયા
1993 – બાઝીગર
2001 – આમ દની અઠની ખર્ચા રૂપૈયા
2002 – વાહ! તેરા કયા કહેના
2003 – મે પ્રેમ કી દિવાની હું
2010 – ભાવનાઓ કો સમજોના
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ