December 18, 2024
KalTak 24 News
Entrainment

Miss World 2023: 27 વર્ષ બાદ ભારતમાં એકવાર ફરીથી યોજાશે Miss World 2023,130 દેશોની બ્યૂટીઝઓ લેશે ભાગ

Miss World 2023 in India: એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ વખતે ભારતમાં મિસ વર્લ્ડ 2023(Miss World 2023) સૌંદર્ય સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે.ભારતમાં 27 વર્ષ બાદ એકવાર ફરીથી વિશ્વની સુંદર મહિલાઓ એકઠી થઇ મિસ વર્લ્ડના તાજ માટે એકબીજાં સાથે કોમ્પિટિશનમાં ઉતરશે. મિસ વર્લ્ડ ફિનાલેની મેજબાની કરવાનો મોકો આ વર્ષે ભારતને મળ્યો છે, જેની સત્તાવાર જાહેરાત 8 જૂનના રોજ દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી.આ માહિતી તાજેતરમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની ચેરપર્સન અને સીઈઓ જુલિયા મોર્લીએ આપી છે.

ભારતને સત્તાવાર મેજબાની સોંપતા મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન અને સીઇઓ જૂલિયા મોર્લીએ કહ્યું કે, મને એ વાતની ખુશી થઇ રહી છે કે, 7માં મિસ વર્લ્ડ ફાઇનલનું આયોજન ભારતમાં કરવામાં આવશે. હું આ દેશમાં અંદાજિત 30 વર્ષ પહેલાં આવી હતી અને તે સમયથી જ ભારત માટે મારાં હૃદયમાં અલગ અને ખાસ સ્થાન બની ગયું છે. આપણે અનોખી અને વિવિધ સંસ્કૃતિ, વિશ્વસ્તરની આકર્ષક અને લોભામણા સ્થાનને આખા વિશ્વ સાથે શૅર કરવા ઉત્સાહિત છીએ.

71મી મિસ વર્લ્ડ 2023 ફાઇનલ

જુલિયા મોર્લીએ ગુરુવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે – મને એ વાતની ખુશી થઇ રહી છે કે, 7માં મિસ વર્લ્ડ ફાઇનલનું આયોજન ભારતમાં કરવામાં આવશે. હું આ દેશમાં અંદાજિત 30 વર્ષ પહેલાં આવી હતી અને તે સમયથી જ ભારત માટે મારાં હૃદયમાં અલગ અને ખાસ સ્થાન બની ગયું છે. આપણે અનોખી અને વિવિધ સંસ્કૃતિ, વિશ્વસ્તરની આકર્ષક અને લોભામણા સ્થાનને આખા વિશ્વ સાથે શૅર કરવા ઉત્સાહિત છીએ.

 

View this post on Instagram

 

A post shared by Miss World (@missworld)

71મી મિસ વર્લ્ડ 2023 130 રાષ્ટ્રીય ચેમ્પિયનની તેમની એક મહિનાની સફરમાં ‘અતુલ્ય ભારત’ની સિદ્ધિઓ દર્શાવશે, કારણ કે અમે અત્યાર સુધીની 71મી અને સૌથી અદભૂત મિસ વર્લ્ડ ફિનાલે રજૂ કરી છે. તેમણે કહ્યું કે એક મહિના સુધી ચાલનારી આ ઈવેન્ટમાં 130થી વધુ દેશોના સ્પર્ધકોની સહભાગિતા જોવા મળશે, જેમાં ટેલેન્ટ શો, સ્પોર્ટ્સ ચેલેન્જ સહિતની શ્રેણીબદ્ધ સ્પર્ધાઓનો સમાવેશ થશે. પોલેન્ડની મિસ વર્લ્ડ કેરોલિના બિલાવસ્કા, જે ભારતમાં સૌંદર્ય સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રસંગે હાજર હતી, તેણે કહ્યું કે તે આ સુંદર દેશમાં પોતાનો તાજ સોંપવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

30 દેશોની સ્પર્ધકો લેશે ભાગ

આ ઇવેન્ટમાં 130થી વધુ દેશોની સ્પર્ધકો ભાગ લેશે. જે તેમાં અનેક તબક્કાઓમાંથી પસાર થશે. જેમાં ટેલેન્ટ અને સ્પોર્ટસના પડકારો હશે. ઇવેન્ટનો અંતિમ રાઉન્ડ આ વર્ષના અંતમાં નવેમ્બર અથવા ડિસેમ્બરમાં કરવામાં આવશે. ભારતમાં 27 વર્ષ બાદ ફરી મિસ વર્લ્ડ બ્યુટી સ્પર્ધા થવા જઈ રહી છે. અગાઉ આ ઈવેન્ટનું આયોજન ભારતમાં વર્ષ 1996માં કરવામાં આવ્યું હતું.

ભારતની એકતા અને આદર દરેકને બતાવવો જોઈએ – કેરોલિના બિલાવસ્કા

પોતાની વાતને આગળ વધારતા, મિસ વર્લ્ડ 2022 કેરોલિના બિલાવસ્કાએ કહ્યું – સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ આતિથ્ય છે. અહીં મારી બીજી વાર છે અને તમે મને ઘરનો અહેસાસ કરાવો છો. અહીંની વિવિધતા, એકતા, મૂલ્યો, આદર, પ્રેમ એવી વસ્તુ છે જે આપણને દુનિયાને બતાવવાનું ગમશે. જોવા માટે ઘણું બધું છે, અને એક મહિના માટે આખી દુનિયાને અહીં લાવવી અને ભારત જે ઓફર કરે છે તે બધું પ્રદર્શિત કરવું એ સૌથી અદ્ભુત તક છે. વર્તમાન મિસ ઈન્ડિયા વર્લ્ડ, સિની શેટ્ટી હાઈ-ઓક્ટેન પેજન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ભારતમાં ઈવેન્ટ હોસ્ટ કરવા માટે એટલી જ ઉત્સાહિત.

​ક્યારે યોજાશે ફિનાલે?
ANI અનુસાર, આ પિજન્ટના ફિનાલેનું આયોજન નવેમ્બર/ડિસેમ્બરમાં થશે. આ પહેલાં 130 દેશોની પ્રતિભાગી પિજન્ટ સાથે જોડાયેલી વિવિધ એક્ટિવિટીઝમાં ભાગ લેશે. તેમાં અલગ અલગ રાઉન્ડ પણ યોજાશે, જે અંદાજિત એક મહિના સુધી ચાલશે.

​ક્યારે યોજાશે ફિનાલે?

ભારતે 6 વખત મિસ વર્લ્ડ જીતી છે
અંદાજિત 27 વર્ષ બાદ આવું જોવા મળશે કે ભારત એકવાર ફરીથી મિસ વર્લ્ડ જેવી પ્રતિષ્ઠિત પ્રતિયોગિતાનું આયોજન કરશે. એટલું જ નહીં, આ દેશ પાસે આ પિજન્ટને લઇને ગર્વ અનુભવ કરવાનું વધુ એક કારણ છે. ભારત એ દેશ છે જેણે અત્યાર સુધી સૌથી વધુ 6 મિસ વર્લ્ડ તાજ પોતાના નામે કર્યા છે.

​ભારતના નામે રેકોર્ડ

 

તેમાં રીતા ફારિયા (1966), ઐશ્વર્યા રાય (1994), ડાયના હેડન (1997), યુક્તા મુખે (1999), પ્રિયંકા ચોપરા (2000), અને માનુષી છિલ્લર (2017)ના નામ સામેલ છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

અક્ષય કુમારની નો સ્મોકિંગ એડ સિનેમાઘરોમાંથી હટાવાઈ, 6 વર્ષ પછી સેન્સર બોર્ડે લીધો આ મોટો નિર્ણય

KalTak24 News Team

‘ગલત લડકી કો ટાઈમ ગોડ બના દિયા’ – Vivian Dsena બિગ બોસ 18માં Eisha Singhથી નારાજ થયા, અવિનાશે પણ બદલ્યો રંગ

KalTak24 News Team

કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે, કોર્ટે કર્યો હુકમ

KalTak24 News Team
Advertisement