November 22, 2024
KalTak 24 News
GujaratPolitics

BIG BREAKING: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત,કથિત તોડકાંડ મામલે ભાવનગર પોલીસની કાર્યવાહી

Yuvrajsinh Jadeja 2

ભાવનગર: ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ(Yuvrajsinh Jadeja) વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે અને આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે. મળતી વિગતો મુજબ વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવાને આધારે કાર્યવાહી થઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, ભાવનગર એસઓજી(SOG)એ યુવરાજસિંહને બે વખતે સમન્સ પાઠવ્યું હતું ત્યારે આજ રોજ ભાવનગર(Bhavnagar) પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં જ્યાં તેમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. પાપ્ત વિગતો મુજબ 386 અને 388 તેમજ 120(B) – મદદગારી હેઠળ યુવરાજસિંહ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જે કલમોમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે.

રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, યુવરાજસિંહએ તેમના પર આક્ષેપો મામલે ગોળ ગોળ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહ સામે 386, 388, 120B મુજબનો ગુનો નોંધ્યો છે, ગત 25મી માર્ચની આસપાસના રોજ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો આપ્યો, ઘનશ્યામ લાંધવા, યુવરાજસિહે અને તેમના સાગરીતોને વિદ્યાર્થીના પરીવારને પ્રેશરમાં રાખ્યા હતા તેમજ PKએ સંબધિઓ પાસેથી રૂપિયા લઈ યુવરાજસિંહના સાગરીત ઘનશાયમ લાંધવાને 45 લાખ રૂપિયા આપ્યા છે, પ્રકાશ દવેનું નામ ડમીકાંડમાં ન લીધું હતું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અલગ અલગ લોકો પાસેથી અને મૂળીના 45 લાખ એકત્ર કરી પીકેએ ઘનશ્યામ લાંધવાને આપ્યા હતા. આજે સાતેક વ્યક્તિઓના નામ પ્રેસ કોંન્ફરન્સમાં બોલવાની વાતચીત કરેલી હતી. ઘનશ્યામેં પ્રદીપ બારૈયાને ધમકી આપેલી અને મિટિંગ ગોઠવવા કહેલું હતું. 30 તારીખે ફરી મીટીગ ગોઠવાઈ જ્યાં તમામ લોકોની હાજરીમાં ડાયરી બતાવી માહિતી માંગી ધમકાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારુ પતાવી દો , મારો રસ્તો કાઢો એવું પ્રદીપે યુવરાજસિંહને કહ્યું હતું. યુવરાજસિંહે 10 લાખ આપવાની વાત કરતા 60 લાખની માંગણી કરી હતી.

બીજા યુવક પાસેથી 55 લાખ લીધા હતા

ભાવનગર રેંજ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, 55 લાખમાં ડિલ ફાઇનલ થતા પ્રદીપે પૈસા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ત્રણ ટુકડામાં પૈસા આપ્યા હતા. જેમાં 31 માર્ચે 15 લાખ શિવું ભાની ગાડીમાં આપ્યા હતા. બીજી વખત 17 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 4 એપ્રિલે પ્રદીપ અને જીગાદાદા 13 લાખ આપવા ગયેલા જે યુવરાજસિંહને પહોંચાડ્યા હતા. પરંતુ યુવરાજે 5 એપ્રિલે પ્રેસ કોંન્ફરન્સમાં નામ નહિ ખોલતા પ્રદીપને હાશકારો થયો હતો.

પૂછપરછમાં યુવરાજસિંહે ન આપ્યા સંતોષજનક જવાબ
રેંજ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે,આરોપીઓએ તપાસમાં ધરપકડ થયા બાદ આઇઓ ભરવાડ સામે કબુલાત કરી હતી. આ નિવેદનોના સાંયોગિક પુરાવા પણ મળ્યા છે. આ પુરાવાના આધારે જ યુવરાજસિંહને પુછપરછ માટે બોલાવાયા હતા. જો કે પુછપરછમાં તેઓ સંતોષજનક જવાબ નહીં આપતા તેમની ધપકડ કરી છે. સાથે તેમના બંન્ને સાળા કાનભા અને શિવુભા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા, રાજુ સહિતના અન્ય શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ગુપ્ત ચેટ, સીસીટીવીના પુરાવા સહિતના અનેક પુરાવાઓ મળી આવ્યા છે. યુવરાજની ધરપકડ બાદ હવે તેમને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે.

ભાવનગર પોલીસની પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની હતી નજર?

એસપી ભાવનગર અને તેમની ટીમ દ્વારા બ્રિફિંગ પૂર્ણ કરવામાં આવ્યું. રેન્જ આઇજી ગૌતમ પરમાર સમક્ષ બ્રિફિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિફિંગ સમયે ભાવનગર એસપી રવીન્દ્ર પટેલ, ઍસોજી પીઆઈ એસ.બી.ભરવાડ, એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એચ. સિંગરખીયા હાજર રહ્યા હતા.

 

સોશિયલ મીડિયામાં વાયરલ પત્ર વિશે ચિંતન પટેલ શું કહે છે?

એક દિવસ જે માણસ ને ગાંધીનગર માં રહેવા માટે કોઈ આશરો નહિ મળતો હતો તેન આજે ગાંધીનગર માં એક લક્ઝુરિયસ ફ્લેટ અને ગાડી ની માલિકી ધરાવી રહ્યો છે. જુના આંદોલનકારીઓ હજી પણ એ જ પરિસ્થિતિ માં જીવી રહ્યા છે ત્યારે આ યુવરાજસિંહ પાસે આટલી સંપત્તિ કેવી રીતે ઉભી થઇ?

ડિસેમ્બર 2019 માં બિનસચિવાલય આંદોલન શરૂ થયું હતું ત્યારે બીજા દિવસે એ તમામ વિદ્યાર્થીઓને રસ્તા પર છોડીને કોની સાથે મિટિંગ કરવા સચિવાલય માં ગયો હતો અને પછી આંદોલન નું મેદાન છોડી પાછળ ના રસ્તે કેમ ભાગી ગયો તેની પણ તપાસ થવી જોઈએ.

હંમેશા કોઈપણ પરીક્ષા હોય પેપરલીક ના પુરાવા એવા તો કેવી રીતે મળી જાય છે કે જે સરકાર ને પણ મળવા ખૂબ જ મુશ્કેલ છે તેની પણ તપાસ થવી જોઈએ.

2020 માં તમામ ભરતીના આંદોલનકારીઓને એક મંચ પર લાવી શિક્ષિત બેરોજગાર સમિતિ ની રચના કરી તમામ ભરતીઓ માટે લડત ઉપાડી હતી ત્યારે પણ ગણતરી ના દિવસો માં લડત છોડીને કેમ ભાગી જવું પડ્યું તેની પણ તપાસ થવી જોઈએ.

2019 માં વિદ્યાર્થીઓ રસ્તા પર આંદોલન કરી રહ્યા હતા ત્યારે ભૂગર્ભ માં ઉતરી અને વિદ્યાર્થીઓ ને કોંગ્રેસી તરીકે સંબોધિત કરનાર આ માણસ પાછળ ક્યાં મોટા નેતાનો હાથ છે તેની પણ કાર્યવાહી થવી જોઈએ.

2019માં જેટલા પણ આંદોલનકારીઓ સાથે રહીને લડત ચલાવતા હતા તેમાંથી ધીમે ધીમે યુવરાજસિંહ ના વિરોધી બનવાનું કારણ શું? શુ યુવરાજસિંહ ખોટા રસ્તાઓ પર ચાલી રહ્યો હતો કે પછી બીજા આંદોલનકારીઓ તેની હકીકત જાણી ગયા હશે એટલે પોતે યુવરાજસિંહ ના વિરોધી બન્યા ?

લાંબા સમયથી વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારી કરતા હોય છે અને ખર્ચ ઉપાડી ને કેન્દ્ર પર જતાં હોય છે અને પરીક્ષા આપતા હોય છે ત્યારે હંમેશા મીડિયા સામે આવી પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેમ પેપરલીક ના પુરાવા જાહેર કરે છે શું તેની પાસે પુરાવા હોય તો પરીક્ષા ના આગળના દિવસે જાહેર ન કરી શકે? પરીક્ષાઓ અને ભરતીઓમાં વિઘ્ન શા માટે ઉભું કરી રહ્યો છે આ યુવરાજસિંહ?

યુવરાજસિંહ ની તપાસ છેક સચિવાલય થી લઈને સામાન્ય ગ્રામ પંચાયત સુધી પણ થવી જોઈએ અને સરકારના કેટલા અધિકારીઓ તેના સંપર્ક માં છે જે સરકાર માટે નહિ પણ યુવરાજસિંહ માટે કામ કરી રહ્યા છે?

2022 ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી દ્વારા તેને દહેગામ વિધાનસભા પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પણ આમ આદમી પાર્ટી ને દગો આપીને કોના ઈશારે ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી ?

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

image

Related posts

રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય;પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલી હેતુફેર N.A. કરી અપાશે

KalTak24 News Team

એક સુરીલા યુગનો અંત: ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન,વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ

KalTak24 News Team

સુરત/ ફરી એક તરફી પ્રેમમાં હિંસક બન્યો યુવાન,‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવકે જાહેરમાં તિક્ષ્ણ હથિયારથી યુવતી પર કર્યો હુમલો…

KalTak24 News Team