Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં રવિવારે ગુજરાતી યાત્રાળુઓને Uttarakhand Accident લઈને જતી બસ ખાઈમાં પડતા સર્જાયેલી દુર્ઘટનામાં સાત પ્રવાસીના મોત થયા છે અને બીજા 27ને ઇજા થઈ છે. આ અકસ્માત ગંગોત્રી નેશનલ હાઇવે પર થયો છે. આ બસ ગુજરાતના યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસમાં કુલ 32થી 33 લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
VIDEO | SDRF carries out rescue operation after a bus fell into a gorge in Uttarakhand’s Uttarkashi. pic.twitter.com/884Ow7MFXq
— Press Trust of India (@PTI_News) August 20, 2023
ઉત્તરાખંડના રાહત કમિશ્નર પાસેથી મળતી માહિતી Uttarakhand Accident મુજબ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા. તેઓ સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફત આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ડીએમ, એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તર કાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. તેની સાથે બચાવકાર્ય પણ ચાલુ છે.
गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 20, 2023
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું – અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભગવાન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સંપર્કમાં
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છેકે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સતત સંપર્કમાંઃ આલોક પાંડે
આલોક પાંડેએ જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે. તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. તેમજ ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ બસ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનીક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ગુજરાત સરકાર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન ફોન નંબર 079 23251900 જાહેર કરવામાં આવ્યો છે. આ ફોન નંબર પર સીધા સંપર્ક કરી શકશો. તેમ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
ઉત્તરાખંડમાં સર્જાયેલ દુર્ઘટનાં બાબતે રાજ્યનાં રાહત કમિશ્નર આલોક પાંડેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 6 ગુજરાતીઓનાં મોત નિપજ્યા છે. તેમજ 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ છે. તેમજ ઉત્તરાખંડ એનડીઆરએફની બચાવ ટુકડીઓ રાહત કામગીરીમાં જોડાઈ છે. અને વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube