ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં દુર્ગા પૂજા(Durga Puja) પંડાલમાં આગ લાગવાને કારણે 62 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. ઘટના ભદોહી(Bhadohi) જિલ્લાની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે બાળક સહિત એક મહિલાનું મોત થયું છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. તો આ ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વારાણસી રીફર કરવામાં આવ્યા છે.
ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતા લોકોએ પંડાલમાં નાસભાગ અને ચિચિયારીઓ પાડી હતી. જો કે તપાસ પૂર્ણ થયા બાદ આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કહી શકાય તેમ છે. આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 62 લોકો દાઝી ગયા છે. જેમાંથી 42 લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાયરમાંથી નીકળતી સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
UP | Around 150 people were present during #DurgaPuja aarti when a fire broke out. 52 people admitted to diff hospitals; a 10-12y/o child died. 30-40% burns on people in trauma centers, every patient stable…Prime facie, it was a short-circuit; probe on: Bhadohi DM Gaurang Rathi pic.twitter.com/9AMsMP4OCk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 2, 2022
ભદોહી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે આ ઘટના ઔરાઈ શહેરમાં સ્થિત દુર્ગા પંડાલની છે. ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના અહેવાલ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે અમે પહેલાથી જ તમામ સાવચેતી રાખી હતી. પરંતુ આ આગ કેવી રીતે લાગી તે અંગે વિગતવાર માહિતી મેળવવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે પરંતુ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આગનું મુખ્ય કારણ પણ જાણી શકાશે. આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp