December 18, 2024
KalTak 24 News
Bharat

ગુજરાત સુધી લંબાયા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનાં તાર, શૂટર સંતોષ જાધવને પોલીસે દબોચી લીધો

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના (sidhu moose wala murder case) આરોપીઓને પકડવામાં લાગેલી પોલીસને મોટી સફળતા મળી છે. સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala) સામેલ સંતોષ જાધવની (Santosh Jadhav)પૂણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ગુજરાતથી ધરપકડ કરી છે. સંતોષ જાધવને તેના એક સાથી નવનાથ સૂર્યવંશી સાથે પકડવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ હત્યાકાંડમાં સંતોષ જાધવ પણ સામેલ હતો.

પોલીસે સંતોષ જાધવને રવિવારે મોડી રાત્રે ડ્યુટી મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યો હતો. કોર્ટે તેને 20 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધી આઠ આરોપીઓની ઓળખ થઇ ચૂકી છે. આ મામલામાં સૌરભ મહાકાલની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ રાજ્યોની પોલીસ તપાસમાં લાગેલી છે. પોલીસનું માનવું છે કે સંતોષ જાધવની પૂછપરછ પછી આ હત્યાકાંડ સંબંધિત મહત્વની સાબિતી હાથ લાગી શકે છે.

મહારાષ્ટ્રની પુણે પોલીસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં શૂટર સંતોષ જાધવની અટકાયત કરી છે. આ સાથે આ હત્યાકાંડમાં સામેલ એક શંકાસ્પદ જાધવના સાથીની પણ ધરપકડ કરી હતી. આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા)  કુલવંતકુમાર સારંગલ સોમવારે (આજે) આ અંગે મીડિયાને ધરપકડ અંગે વિસ્તૃત વિગતો આપે તેવી શક્યતા છે. પોલીસે જણાવ્યું કે દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગના સભ્ય જાધવને 2021 માં પુણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. તે એક વર્ષથી ફરાર હતો. મુસેવાલા હત્યાકાંડમાં  તેમનું અને નાગનાથ સૂર્યવંશીનું નામ સામે આવ્યું હતું.

જાધવને શોધવા પુણે પોલીસે બે ટીમોને ગુજરાત અને  રાજસ્થાન મોકલી હતી 

પુણે ગ્રામીણ પોલીસે તેમની શોધખોળ કાર્યવાહી વધુ ઝડપી બનાવી હતી અને 2021 ની હત્યા પછી જાધવને આશ્રય આપવાના આરોપી  સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની પણ ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે મંચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકોકા કેસમાં પુણે  ગ્રામીણ પોલીસે બિશ્નોઇ ગેંગના સભ્ય મહાકાલની ધરપકડ કરી હતી. મૂસેવાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે પણ તેની પૂછપરછ કરી હતી. પટકથા લેખક સલીમ ખાન અને તેના અભિનેતા પુત્ર સલમાન ખાનને લખેલા ધમકીભર્યા પત્રના સંદર્ભમાં પણ મુંબઈ પોલીસે  મહાકાલની પૂછપરછ કરી હતી. જાધવને શોધી કાઢવા માટે પુણે પોલીસે ગયા અઠવાડિયે અનેક ટીમોને ગુજરાત અને  રાજસ્થાન મોકલી હતી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

Tech News/ ભારતમાં Meta પર CCIએ ફટકાર્યો 213.14 કરોડ રૂપિયાનો દંડ

KalTak24 News Team

ISROએ રચ્યો ફરી ઈતિહાસ,પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ;જાણો ખાસિયતો

KalTak24 News Team

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને નડ્યો અકસ્માત,7 લોકોના થયા મોત,27 ઈજાગ્રસ્ત

KalTak24 News Team
Advertisement