RBIની તમામ કોશિશો છતાં પણ મોંઘવારી સતત 9માં મહિને સંતોષકારક સ્તર કરત વધારે છે. હવે RBIએ રિપોર્ટ આપીને વિસ્તારથી આ પાછળનું કારણ જણાવવું પડશે. રિપોર્ટમાં જણાવવું પડશે કે મોંઘવારીને નિર્ધારિત સીમા પર શાઆ માટે ન રાખવામાં આવી અને તેને કાબૂમાં લાવવા કયા કયા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
ખાસ વાત છે કે નાણાકીય નીતિ માળખું 2016મા પ્રભાવમા આવ્યા બાદ આ પહેલી વાર હશે જ્યારે RBIએ રિપોર્ટ દ્વારા સરકારને પોતાના પગલાંની જાણકારી આપવી પડશે. નેશનલ સ્ટેટિસ્ટિકલ મિનિસ્ટ્રી (NSO)ના જણાવ્યા અનુસાર ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં માત્ર 6 વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.
નિયંત્રિત રાખવાની છે જવાબદારી
રિટેલ ફુગાવો 2 ટકાના વધારા – ઘટાડા સાથે 4 ટકા પર જાળવી રાખવાની જવાબદારી આરબીઆઈને સોંપવામાં આવી છે.
આ છે નિયમ
રિઝર્વ બેન્ક અધિનિયમ હેઠળ જો ફુગાવા માટે નક્કી કરવામાં આવેલ લક્ષ્યને ત્રણ મહિનાઓ સુધી હાસેલ નહીં કરવામાં આવે, તો RBIએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવો પડે છે.
સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો પાંચ મહિનાની ટોચ પર છે, ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાની અસર
ખાદીપદાર્થો મોંઘા થવાથી રિટેલ મોંઘવારી સપ્ટેમ્બરમા વધીને 7.41 ટકા પર પહોંચી ગઈ છે. આ આ વર્ષે એપ્રિલ બાદથી પંચ મહિનાના ટોપ સ્તર પર છે. આ સમયે રિટેલ કિંમતો પર આધારિત મોંઘવારી 7.79 ટકા રહી હતી. બુધવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં સતત 9મા મહિને રિટેલ ફુગાવાનો દર RBIની 6 ટકાની ઉપલી મર્યાદાથી ઉપર રહ્યો હતો.
ઓગસ્ટમાં આ 7 ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમા 4.35 ટકા હતો. ખાદ્યપદાર્થોમા મોંઘવારી સપ્ટેમ્બરમાં 8.60 ટકા પર હતી, જે ઓગસ્ટમાં 7.62 ટકા પર રહી હતી. કેન્દ્ર સરકારે RBIને રિટેલ મોંઘવારીને 2થી 6 ટકાની સીમામા રાખવાનું લક્ષ્ય આપ્યું છે.
IIP : પાંચ મહિનામાં 7.7 ટકાનો વધારો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એટલે કે એપ્રિલ-ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.7 ટકાનો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તેનો વિકાસ દર 29 ટકા હતો. ડેટા અનુસાર આ વર્ષે ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 0.7 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમાં 11.1 ટકાનો વધારો થયો હતો. ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 3.9 ટકાનો ઘટાડો થયો છે. પાવર સેક્ટરનો વિકાસ દર 1.4% રહ્યો. ઓગસ્ટ 2021માં 16 ટકાનો મોટો વધારો થયો હતો.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp